diet food

Food tips for diet: દરેક ઉંમરે ભોજનની થાળી બદલાય છે,ભોજનના વિકલ્પોને ધ્યાનમાં રાખી ડાયટ નક્કી થાય છે

હેલ્થ ડેસ્ક, 21 ડિસેમ્બર: Food tips for diet: બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણી થાળી એકસમાન રહેતી નથી. દરેક વયે ભોજનના વિકલ્પો, હવામાન અને આપણા કામના આધારે થાળીમાં ભોજન અને તેનું પ્રમાણ નક્કી થાય છે. અંદાજ મુજબ સરેરાશ વ્યક્તિ પોતાના જીવનમાં 35 ટન એટલે કે લગભગ સાડા ત્રણ ટ્રક ભરીને ભોજન લે છે. ડાયેટિશિયન પ્રિયા ટિયુ જણાવે છે કે આપણી થાળીમાં પ્રોટીન, અનાજ, ફળો અને શાકભાજીની સાથે ફાઈબર અને ડેરી પ્રોડક્ટ્સની પણ જરૂર હોય છે. 

ડાયેટિશિયન રક્સટન ઉંમર મુજબ7 ભાગમાં ભોજન વહેંચે છે, દરેક માટે જુદી જરૂરિયાત 

1-6વર્ષ: આ વયે વિટામિન એ,સી અને ઓમેગા-૩ની જરૂર વધારે હોય છે. વિટામિન-એ ગાજર, શક્કરિયા, લીલાં શાકભાજીમાંથી મળે છે. વિટામિન-સી બ્રોકલી, મરચા અને દરેક ખાટી વસ્તુમાં મળે છે. 

7-11 વર્ષઃ વિટામિન-એ, ડી, ઝિંક અને ઓમેગા-૩ની જરૂર વધારે હોય છે. સીફૂડ અને માંસમાં ઝિંક વધુ હોય છે. ઝિંક માટે ઈંડાં, બદામ ખાવાનું રાખો. ઓમેગા-3 માટે સીફૂડ, માછલી. ગળ્યા અને ચરબીયુક્ત ભોજનથી દૂર રહેવું. 

20-29 વર્ષઃ વિટામિન-ડી, કેલ્શિયમ અને મેગ્નેશિયમની જરૂર વધારે હોય છે. લીલાં શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ અને કાજુ ખાઓ. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ જેવી હાડકાંની બીમારીની આશંકા ઘટે છે.

આ પણ વાંચો:તમે જે ઈંડા ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી! આવી રીતે કરો ઓળખ…

30થી 39 વર્ષઃ આ વયે પોટેશિયમ, ઓમેગા-3 અને વિટામિન-બી 5ની જરૂરી છે. લીલાં શાકભાજી, અનાજ, શક્કરિયા અને સલાડ વધુ ખાવા જોઈએ. ટિયુ કહે છે કે થાળીના ત્રીજા ભાગમાં અનાજ હોવું જોઈએ. 

12-19 વર્ષઃ આ ઉંમર શારીરિક વિકાસની હોય છે. આ વર્ષ વિટામિન-બી અને આયર્નની જરૂર વધુ હોય છે. છોકરાઓએ હાડકાંના વિકાસ માટે કેલ્શિયમ અને પિરિયડ્સ દરમિયાન છોકરીઓને આયર્નની સૌથી વધુ જરૂર હોય છે. 

40-59 વર્ષઃ મેટાબોલિઝમ નબળું પડે છે. વજન વધવા લાગે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન- ડી, બીની જરૂર હોય છે. ઘઉં, રાગી, જુવાર, બાજરી જેવા અનાજની રોટલીઓ તથા શાકભાજી, ચણા અને ચિકન લેવા જોઈએ.

Gujarati banner 01