Eggs

Identification of fake eggs: તમે જે ઈંડા ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી! આવી રીતે કરો ઓળખ…

Identification of fake eggs: આજકાલ માર્કેટમાં નકલી ઈંડા પણ આવવા લાગ્યા છે, જે કેમિકલ, રબ્બર અને ઘણી હાનિકારક વસ્તુઓથી બનાવવામાં આવે છે

હેલ્થ ડેસ્ક, 21 ડિસેમ્બર: Identification of fake eggs: શરદી હો યા ગરમી, સન્ડે હો યા કે મન્ડે રોજ ખાવો અંડે આ સલાહ તો તમે સાંભળી જ હશે. ઈંડાને પ્રોટીનનો ખુબ જ સારું સ્ત્રોત માનવામાં આવે છે. શિયાળામાં તેમની માંગ પણ વધી જાય છે. લોકો આ સિઝનમાં બાફેલા ઈંડા અને ઓમલેટ ખાવાનું પસંદ કરે છે. પરતું તમારી એક નાનકડી ભૂલ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. આજકાલ માર્કેટમાં નકલી ઈંડા પણ આવવા લાગ્યા છે, જે કેમિકલ, રબ્બર અને ઘણી હાનિકારક વસ્તુઓથી બનાવવામાં આવે છે. આ પ્રકારના ઈંડાને ખોરાકમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

સૌથી મોટો સવાલ એ છે કે ઈંડા અસલી છે કે નકલી તેની તપાસ કેવી રીતે કરવી, કારણ કે દેખાવમાં તો બધા એક જેવા જ લાગે  છે. નોંધનીય છે કે ઈંડાને હલાવીને, ફાયર ટેસ્ટ અને યોક ટેસ્ટ કરીને મિનિટોમાં અસલી કે નકલી ઈંડાની ઓળખ કરી શકાય છે. એક સાથે મોટી માત્રામાં ઈંડા ખરીદવા જઈ રહ્યાં છો, તો નીચે દર્શાવેલી ટિપ્સને અપનાવીને સ્વાસ્થ્યને બચાવી શકાય છે.

બહાર મળતા ઈંડા ન ખાઓજો તમે કોઈ બ્રાન્ડના ઈંડા ખરીદો છો અને તેને ઘરે લાવીને ખાઓ તો સારું રહેશે, કારણ કે બજારો અને દુકાનોમાં મળતા બાફેલા ઈંડા અથવા ઓમેલેટ મોટાભાગે નકલી અને રબરના બનેલા હોઈ શકે છે, તેથી બહારથી ઈંડા ખરીદીને ખાશો નહિ, તેના બદલે તેને ઘરે લાવો અને નીચે આપેલી યુક્તિઓ તપાસ્યા પછી જ ખાઓ.ઈંડાને હલાવીને તપાસ કરોવાસ્તવિક અને નકલી ઈંડાને ઓળખવું ખૂબ જ સરળ છે. જો તમે જથ્થાબંધ ઈંડા ખરીદો છો, તો પહેલા ઈંડાને હળવા હાથથી પકડી રાખો, જેથી તે તૂટી ન જાય. આ પછી આ ઈંડાને જોરશોરથી હલાવો.

જો અંદરથી લિક્વિડનો અવાજ આવી રહ્યો હોય તો સમજી લો કે ઈંડામાં કંઈક બરાબર નથી, કારણ કે સાચા ઈંડાને હલાવવા પર કોઈ અવાજ આવતો નથી. ઈંડાને તોડ્યા વિના તેનું પરીક્ષણ કરવાનો આ સૌથી સહેલું માર્ગ છે.ઈંડાને બાળીને તપાસ કરોમોટાભાગની ફૂડ પ્રોડક્ટ્સમાં અસલી અને નકલી માત્ર ફાયર ટેસ્ટ કરીને જ ઓળખી શકાય છે.

જો તમને અસલી-નકલી ઈંડાને કેવી રીતે ઓળખવું તે ખબર નથી, તો ફાયર ટેસ્ટ કર કારણ કે બજારમાં કેટલીક જગ્યાએ વેચાતા નકલી ઈંડા રબર અથવા પ્લાસ્ટિકના બનેલા હોઈ શકે છે. જ્યારે તમે ઈંડાના બહારના પડને બાળી નાખો છો, ત્યારે અસલી ઈંડું માત્ર કાળું થઈ જાય છે, પરંતુ નકલી ઈંડામાંથી જ્યોત નીકળવા લાગે છે.

આ પણ વાંચો: Porbandar-muzaffarpur motihari express train: પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે, જાણો…

Gujarati banner 01