Health tips

Health tips: આ ખાદ્ય પદાર્થો શરીર માંથી એસિડને કરે છે દૂર, સાથે મળે છે અન્ય ફાયદાઓ- વાંચો વિગત

Health tips: પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી આપણે બીજાની તુલનામાં વધારે સ્વસ્થ, સ્ફૂર્તિલા અને ઊર્જાવાન જળવાઈ રહીએ છીએ. જો કોઈના શરીરમાં વધારે માત્રામાં એસિડ બને છે

હેલ્થ ડેસ્ક, 24 ઓગષ્ટઃ Health tips: માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોય છે. પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી આપણે બીજાની તુલનામાં વધારે સ્વસ્થ, સ્ફૂર્તિલા અને ઊર્જાવાન જળવાઈ રહીએ છીએ.

જો કોઈના શરીરમાં વધારે માત્રામાં એસિડ બને છે, તો અમુક એવા અલ્કાઈન ખાદ્ય પદાર્થ હોય છે, જે તમારા શરીરથી એસિડ બહાર કાઢી દે છે. આવો આજે તમને એવા જ થોડા ખાદ્ય પદાર્થો(Health tips) વિશે વિસ્તારથી જણાવીએ.

આ પણ વાંચોઃ jyotirling darshan: આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શન કરવાથી જન્મો જન્મનાં પાપ દૂર થઇ મનોકામના પૂર્ણથાય છે, આ મંદિરનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે!

  • Health tips: બદામ સ્વાસ્થ્ય માટે ઘણી લાભકારી છે. બદામમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. તે વાળ અને ત્વચા બંને માટે ફાયદાકારક છે. તે ચરબીનો એક સમૃદ્ધ સ્ત્રોત છે અને તેને તમારે દૈનિક આહારમાં જરૂર સામેલ કરવો જોઈએ. તેમાં એસિડિક હોય છે અને તે કોલેસ્ટ્રોલનાં સ્તરમાં સુધારો કરે છે.
  • કાકડી સલાડનો એક મહત્વનો ભાગ છે. તેને દરરોજ ખાવાથી ત્વચામાં ઘણો ફાયદો થાય છે. કાકડી માં મૂત્રવર્ધક ગુણ હોય છે અને તે સ્વાભાવિક રૂપથી યુરિક એસિડ તોડી શકે છે અને તેને આપણાં શરીર માંથી બહાર કાઢી શકે છે. કાકડીમાં માનવ શરીરને હાઈડ્રેટ રાખવાના ગુણ હોય છે. કાકડી એસિડ ક્રીસ્ટલાઇજેશનને રોકવાનું કામ કરે છે.
  • કોબી દરેકને ખુબ જ પસંદ હોય છે. કોબીમાં ફોલેટ અને મેગ્નેશિયમ હોય છે અને તે માનવ શરીરના પાચન તંત્રને પ્રતિરક્ષા પ્રણાલી માટે ઘણી ગુણકારી છે. કોબી માનવ શરીરમાં સેક્યુલર સ્તર પર ક્ષારીયતાને વધારે છે. જણાવી દઈએ કે કોબી કેન્સરથી લડવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચોઃ Banu district: અફઘાનિસ્તાનના તાલિબાન અને વિરોધી યોદ્ધાઓ વચ્ચે જોરદાર ટકરાવ, જિલ્લા પ્રમુખ સહિત 50 ઠાર મરાયા, 20ને બંધી બનાવાયા

  • લીંબુમાં ખુબ જ માત્રામાં એસિડ હોય છે. લીંબુ એક ખુબ જ કારગર ફળ છે. તે ઘણું ખાટું હોય છે અને પાચન તંત્ર માટે ઘણું ફાયદાકારક છે. લીંબુ સારી રીતે શરીરને અંદરથી સાફ કરવામાં સક્ષમ છે. જો તમે રોજ સવારે ગરમ પાણી સાથે પીઓ(Health tips) છો, તો એનાથી શરીર માંથી મોટાભાગનાં એસિડ બહાર નીકળી જાય છે.
  • તુલસી ભારતમાં પૂજનીય હોવાની સાથે ઘણી ઔષધીય પણ છે. તુલસીને જડીબુટ્ટીનો રાજા માનવામાં આવે છે. તેમાં વિટામિન કે, સી, કેલ્શિયમ અને ઓમેગા-૩ ભરપુર માત્રામાં મળી આવે છે. તે ફેટી એસિડથી સમૃદ્ધ છે. જો તમે શરીરમાં એસિડને સમાપ્ત કરવા ઈચ્છો છો તો તુલસીનું સેવન અવશ્ય કરો.
  • શકરટેટી એક મીઠું ફળ છે. જે ખુબ જ પસંદ કરવામાં આવે છે. શક્કરટેટી પણ પોતાની અંદર ઘણા ઔષધીય ગુણ ધરાવે છે. તેમાં વિટામિન બી, બીટાકેરોટિન, ફાઈટોકેમિકલ્સ ભરપુર માત્રામાં મળી આવે છે. શક્કરટેટી માનવ શરીરમાં પીએચ સ્તરને જાળવી રાખે છે. તેનું સેવન કરવાથી બધા ઝેરી પદાર્થો બહાર નીકળી શકે છે. તેનાથી ગંભીર બીમારી થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
Whatsapp Join Banner Guj