Banu district taliban

Banu district: અફઘાનિસ્તાનના તાલિબાન અને વિરોધી યોદ્ધાઓ વચ્ચે જોરદાર ટકરાવ, જિલ્લા પ્રમુખ સહિત 50 ઠાર મરાયા, 20ને બંધી બનાવાયા

Banu district: તાલિબાન વિરોધી યોદ્ધાઓ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં તેમણે 300 તાલિબાનીઓનો ખાતમો બોલાવાયો

કાબુલ, 23 ઓગષ્ટઃ Banu district: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કબ્જો જમાવ્યા બાદ તાલિબાન નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યુ છે પરંતુ હજુ પણ કેટલાક જિલ્લામાં તાલિબાની યોદ્ધાઓ અને અફઘાનિસ્તાની સેના વચ્ચે ટકરાવની સ્થિતિ છે. અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતના અંદ્રાબમાં તાલિબાન અને વિરોધી યોદ્ધાઓ વચ્ચે જોરદાર ટકરાવ ચાલી રહ્યો છે. બાનૂ જિલ્લામાં અફઘાન સેનાએ તાલિબાનની કમર તોડી દીધી છે. તાલિબાન જિલ્લા પ્રમુખ સહિત 50 તાલિબાનીઓને ઠાર મરાયા છે. આ સાથે જ લગભગ 20 તાલિબાની યોદ્ધાઓને બંદી પણ બનાવી દેવાયા છે.

પંજશીર પ્રોવિનન્સે ટ્વીટ કરી જણાવ્યુ કે તાલિબાનનો બાનૂ જિલ્લા(Banu district) પ્રમુખ ઠાર મરાયો છે. તેના ત્રણ સાથી પણ ઠાર મરાયા છે. અંદ્રાબના વિભિન્ન વિસ્તારમાં સતત બંને જૂથ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. ફજ્ર વિસ્તારમાં 50 તાલિબાનીઓને ઠાર મરાયા અને 20 અન્યને બંધી બનાવી દેવાયા છે.

આ પણ વાંચોઃ jumper shaili singh: ભારતની શૈલી સિંઘને લોંગ જમ્પમાં મેળવ્યો સિલ્વર મેડલ, વાંચો વિગત

અગાઉ બગલાન પ્રાંત(Banu district)માં જ અફઘાન ફોર્સે 300 તાલિબાનીને મોતને ઘાટ ઉતાર્યા હતા. બગલાનના અંદ્રાબમાં છુપાઈને  તાલિબાનીઓ પર આ હુમલો કરાયો. હુમલામાં તાલિબાનીઓને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ. તાલિબાન વિરોધી યોદ્ધાઓ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં તેમણે 300 તાલિબાનીઓનો ખાતમો બોલાવાયો.

જોકે પંજશીરના નેતા અહમદ શાહ મસૂદના 32 વર્ષીય દીકરા અહમદ શાહે પડકાર ફેંક્યો છે કે, તે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારો તાલિબાનને નહીં સોંપે. સાથે જ એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, તે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ જો તાલિબાન સાથેની વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું તો યુદ્ધને કોઈ નહીં ટાળી શકે. 

તાલિબાન વિરોધી ફાઈટર્સે અફઘાનિસ્તાનના ઉત્તરી બગલાન પ્રાંતના 3 જિલ્લાઓમાંથી તાલિબાનને બહાર કર્યું હતું. શુક્રવારે તેમણે પુલ એ-હિસાર, દેહ સલાહ અને બાનૂ જિલ્લા પર કબજો જમાવ્યો હતો પરંતુ તાલિબાને શનિવારે ફરી બાનૂ પર કબજો મેળવ્યો હતો. હવે બચેલા 2 જિલ્લાને પાછા મેળવવા તાલિબાન લડી રહ્યું છે. બીજી બાજુ તાલિબાની ફાઈટર્સ પંજશીર તરફ આગળ વધી રહ્યા છે. તેઓ ત્યાં એક મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Ma-card yojana: જરૂરિયાતમંદોને મફત તબીબી સારવાર મળે તે માટે પ્રયાસ, ગુજરાત સરકાર વીમા પ્રિમિયમ પેટે આટલા કરોડ ચૂકવશે

Whatsapp Join Banner Guj