Joe biden

taliban gave ultimatum to america: તાલિબાને અમેરિકાને આપી ધમકી, કહ્યું- 31 ઓગસ્ટ પછી સૈનિકો રાખ્યા તો તેમના માટે સ્થિતિ સારી નહીં હોય

taliban gave ultimatum to america: જો બાઇડેન સામે મુશ્કેલી એ છે કે જો તે જી-૭ દેશોના દબાણમાં આવીને તેના સૈનિકોને રોકે છે તો તેના લશ્કરે કાબુલ એરપોર્ટ પર તાલિબાનોનો સામનો કરવો પડી શકે છે

વોશિંગ્ટન, 24 ઓગષ્ટઃ taliban gave ultimatum to america:  અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સૈનિકોની વાપસીને લઈને બરોબરનું અવઢવમાં મૂકાયું છે.એકબાજુએ બ્રિટને માંગ કરી છે કે અમેરિકાએ કાબુલમાં તેની હાજરી લંબાવવી જોઈએ તો બીજી બાજુએ તાલિબાને ધમકી આપી છે કે અમેરિકન સૈનિકો 31 ઓગસ્ટ પછી રહેશે તો તેમની તકલીફમાં વધારો થશે. હવે જો બાઇડેન સામે મુશ્કેલી એ છે કે જો તે જી-૭ દેશોના દબાણમાં આવીને તેના સૈનિકોને રોકે છે તો તેના લશ્કરે કાબુલ એરપોર્ટ પર તાલિબાનોનો સામનો કરવો પડી શકે છે. 

અમેરિકાના પ્રમુખ માટે મુશ્કેલી હવે એ છે કે તે જી-સેવન દેશોની વાત માને કે તાલિબાનોની ધમકી માને. બાઇડેને તો જણાવ્યું છે કે તેમનો સતત પ્રયત્ન એવો છે કે 31 ઓગસ્ટ સુધી બધા સૈનિકોને નીકાળી લેવામાં આવે. 

પણ આ દાવા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું છે કે તેઓ અમેરિકાને અપીલ કરશે કે સૈનિકોને લાંબા સમય સુધી કાબુલમાં રાખવામાં આવે. બોરિસ જોન્સને આ મામલે જી-સેવન દેશોની મીટિંગ બોલાવી છે. તેમા પ્રસ્તાવ મૂક્યો છે કે અમેરિકન લશ્કરે લાંબા સમય સુધી કાબુલમાં રોકાવવું જોઈએ, કેમકે તેનું બચાવકાર્ય હજી સુધી પૂરું થયું નથી. 

આ પણ વાંચોઃ Health tips: આ ખાદ્ય પદાર્થો શરીર માંથી એસિડને કરે છે દૂર, સાથે મળે છે અન્ય ફાયદાઓ- વાંચો વિગત

અમેરિકાએ પહેલા 11 સપ્ટેમ્બર સુધી સૈનિકોને બોલાવવાની વાત કરી હતી, તેના પછી ડેડલાઇનને 31 ઓગસ્ટ કરી દીધી હતી. તાલિબાનના વધતા જતા કબ્જા વચ્ચે અમેરિકા તેનું બચાવકાર્ય પૂરુ કરવા ઉતાવળિયું છે. જો કે બાઇડેને રવિવારે જણાવ્યું હતું કે જરુર પડે તો ડેડલાઇન લંબાવી શકાય છે. પણ વિશ્વભરમાં થઈ રહેલી ટીકા વચ્ચે બાઇડેને સ્પષ્ટ કર્યુ હતું કે સૈનિકો નક્કી કરેલી સમયમર્યાદા મુજબ જ પરત ફરશે. સમગ્ર વિશ્વમાં થઈ રહેલી ટીકાવચ્ચે જો બાઇડેને સ્પષ્ટ કર્યુ હતું કે તે નક્કી કરેલી સમયમર્યાદામાં જ સૈનિકોને પરત બોલાવશે.

Whatsapp Join Banner Guj