Modak health benefits

Modak health benefits: ગણપતિજીના પ્રિય મોદક છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો 5 ફાયદા

Modak health benefits: નારિયેળવાળા મોદકના સેવનથી બ્લ્ડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે

હેલ્થ ડેસ્ક, 31 ઓગષ્ટઃModak health benefits: મોદક ભગવાન ગણપતિને ખૂબ પ્રિય છે. આ ગણપતિને પ્રસન્ન કરવા માટે ચઢાવાય છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેનાથી ઘણા હેલ્થ બેનિફિટસ પણ છે. ભગવાન ગણેશની આરાધનાના મહાપર્વ ગણેશ ચતુર્થીની થઈ ગઈ છે. આ બધા જાણે છે કે ભગવાન ગણેશને મોદક ખૂબ પસંદ છે તેથી એવી માન્યતા છે કે મોદક ચઢાવવાથી ભગવાન ગણેશ ખૂબ પ્રસન્ન થાય છે.

મોદકનો અર્થ આનંદ આપનારું હોય છે અને મોદક જ્ઞાનનો પ્રતીક ગણાય છે. તેથી આ જ્ઞાનના દેવતા ગણેશજીનો અતિપ્રિય ભોગ છે. પણ આ પણ સાચું છે કે જો મોદક બુદ્ધિમાનીથી બનાવાય તો તેના ઘણા હેલ્થ બેનિફિટસ પણ છે. મોદક મીઠો હોય છે અને મિઠાઈઓમાં ખૂબ લોકપ્રિય છે. આમ કહેવાય છે કે ભગવાન ગણેશને લાડુ અને મોદક બન્ને પસંદ છે. મોદક મીઠો હોય છે પણ આ જેનાથી બને છે તેના કારણે આ આરોગ્ય માટે ગુણકારી થઈ જાય છે.

આ પણ વાંચોઃ Ganesh chaturthi 2022: બુધવાર અને ચોથનો શુભ સંયોગ, આ વર્ષે એ બધા જ સંયોગ, જે ગણેશજીના જન્મ સમયે હતા- વાંચો વિગત

મોદક ખાવાથી થતા લાભ વિશે 

  • કોકોનટ અને ગોળથી ભરેલા સ્ટીમ કરેલા ચોખાના મોદક ખાવાથી ઘણા લાભ થાય છે. 
  • ઘી થી બનેલા મોદકને ખાવાથી કબ્જની સમસ્યાથી રાહત મળે છે શરીરથી હાનિકારક ટૉક્સિક એલિમેંટ સરળતાથી બહાર નિકળી જાય છે
  • મોદકના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. 
  • નારિયેળવાળા મોદકના સેવનથી બ્લ્ડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે. 
  • નારિયેળ, ગોળ, ચોખા અને ઘી મિક્સ કરી વાષ્પથી બનેલા મોદક પાચન દુરૂસ્ત રહે છે અને બ્લ્ડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે

આ પણ વાંચોઃ Eco friendly Ganesh Utasv: શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

Gujarati banner 01