Ganesh chaturthi 2022: બુધવાર અને ચોથનો શુભ સંયોગ, આ વર્ષે એ બધા જ સંયોગ, જે ગણેશજીના જન્મ સમયે હતા- વાંચો વિગત

Ganesh chaturthi 2022: 300 વર્ષ પછી ગણેશચતુર્થીએ લંબોદર યોગ

ધર્મ ડેસ્ક, 31 ઓગષ્ટઃ Ganesh chaturthi 2022: 31 ઓગસ્ટના રોજથી શરૂ થતો ગણેશ ઉત્સવ અનેક રીતે ખાસ છે. માત્ર ચોથ તિથિ જ શુભ નથી, પરંતુ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બરની વચ્ચે 7 દિવસ દરમિયાન શુભયોગ બની રહ્યા છે. આ સાત દિવસમાં તમે ગણપતિની પૂજા તો કરી જ શકો છો, સાથે જ પોતાના માટે અનેક શુભ કાર્યો પણ કરી શકો છો, જેમ કે ઘર અને વાહન ખરીદવા તથા નવો બિઝનેસ શરૂ કરવો. દેશના જાણીતા વિદ્વાનોએ આ 10 દિવસનાં એ 7 શુભ મુહૂર્તો જણાવ્યા છે, જે તમારા માટે ખાસ બની શકે છે.

ચોથ તિથિ ખાસ હોવાનાં 2 કારણ
પહેલું કારણ એ છે કે આ વર્ષે એ બધા જ યોગ-સંયોગ બની રહ્યા છે, જે ગણેશજીના જન્મ સમયે બન્યા હતા. દિવસ બુધવાર, તિથિ ચોથ, નક્ષત્ર ચિત્રા અને બપોર સમય. આ એ જ સંયોગ હતા, જ્યારે પાર્વતીજીએ માટીના ગણેશ બનાવ્યા હતા અને શિવજીએ તેમાં પ્રાણ ઉમેર્યા હતા. આ ઉપરાંત કેટલાક દુર્લભ અને શુભ યોગ બની રહ્યા છે, જે 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ દરમિયાન રહેશે.

આ ગણેશ ઉત્સવમાં એક ખાસ વાત એ છે કે આ 10 દિવસમાં દરરોજ એક શુભ યોગ બની રહ્યો છે, જેમાં તમે રોકાણથી લઈને વાહનની ખરીદી સુધી અનેક શુભ કાર્યો કરી શકશો, સાથે જ એક દુર્લભ યોગ પણ બની રહ્યો છે, જે છેલ્લાં 300 વર્ષમાં બન્યો નથી.

જ્યોતિષ અનુસાર, 31 ઓગસ્ટના રોજ ગણપતિ સ્થાપના સાથે તિથિ-તહેવારોનો સમયગાળો શરૂ થઈ જશે. ગણેશચોથના બીજા દિવસે ઋષિ પાંચમ રહેશે. પરિણીતાઓ આ દિવસે પણ વ્રત-ઉપવાસ રાખીને સપ્ત ઋષિઓની પૂજા કરશે. પછી શુક્રવારે ભગવાન કાર્તિકેયની પૂજા થશે. શનિવારે દુર્ગાષ્ટમી હોવાથી ગણેશ મંદિરોમાં દૂર્વાથી ખાસ પૂજા અને શ્રૃંગાર કરવામાં આવશે. આ દિવસે રાધાષ્ટમી વ્રત પણ રહેશે.

રવિવારે નોમ તિથિનો ક્ષય રહેશે. પછી સોમ, મંગળ અને બુધ ત્રણેય દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે રહેશે. એમાં સોમવારે દસ અવતારોની પૂજા, મંગળવારે એકાદશી વ્રત અને બુધવારે વામન અવતારનો પ્રાકટ્યોત્સવ ઊજવાશે. ગુરુવારે પ્રદોષ વ્રત સાથે શિવ-પાર્વતી પૂજા રહેશે. છેલ્લે અનંત ચોથના દિવસે ગણેશવિસર્જન થશે.

આ પણ વાંચોઃ Eco friendly Ganesh Utasv: શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

આ પણ વાંચોઃ Somnath train runs from Veraval: સોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટના કામને કારણે વેરાવળથી ટ્રેનો ચાલશે

Gujarati banner 01