rainy sky

Gujarat weather prediction: હવામાન શાસ્ત્રી વરસાદને લઇ કરી મોટી આગાહી, આ તહેવારોમાં પડશે વરસાદ

Gujarat weather prediction: નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે, 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે

અમદાવાદ, 31 ઓગષ્ટઃ Gujarat weather prediction: છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ખૂબ જ વરસાદ વર્સ્યો છે. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદની વોર્નિંગ આપીને નવરાત્રીથી લઈ દિવાળી સુધીની આગાહી કરી છે. જેમાં 31 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાવી છે. આ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ Modak health benefits: ગણપતિજીના પ્રિય મોદક છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો 5 ફાયદા

અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારો છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે.  રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની 1-1 ટીમ મળી કુલ-12 ટીમો તૈનાત કરાઈ છે. તથા 1 ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ 3 ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ 11 પ્લાટુન રીઝર્વ છે.

આ પણ વાંચોઃ Ganesh chaturthi 2022: બુધવાર અને ચોથનો શુભ સંયોગ, આ વર્ષે એ બધા જ સંયોગ, જે ગણેશજીના જન્મ સમયે હતા- વાંચો વિગત

Gujarati banner 01