mobile world

A world without mobiles: મોબાઈલ વગર તો રહેવું જ અશક્ય છે: પૂજા પટેલ

શીર્ષક: મોબાઈલ વગરની દુનિયા(A world without mobiles)

A world without mobiles: કેવું અજીબ લાગે નહીં આજનાં જમાનામાં આ શબ્દો સાંભળીને! મોબાઈલ વગર તો રહેવું જ અશક્ય છે! આજે કોઈને કલ્પના પણ ન કરાવી શકાય કે “મોબાઈલ વગરની દુનિયા” હોય તો કેવી હોય! એ માટે આપણે પુસ્તકોમાં વાંચવું પડે કે જૂના જમાનામાં લોકો મોબાઈલ વગર કેવી રીતે જીવતાં હતાં! મોબાઈલનો જન્મ માત્ર દૂરધ્વનિસંચાર માટે જ થયો હતો જેનાથી દૂર દૂર રહેનાર પોતાનાં પરિવારજનો એકબીજાનો સંપર્ક કરી શકતાં હતાં!

Banner Puja Patel

મોબાઇલ માત્ર લોકોને નજીક લાવવા માટે હતો; પોતાનાં પરિવારજનોને સમયાંતરે મળવાની સાથે સાથે જો વચ્ચે ક્યારેક મળવાનું મન થાય પણ મળી ન શકાય ને એ સમયે માત્ર વાત કરીને પોતાનું મન હળવું કરી લેતાં! આ હતો મોબાઇલનો અસલમાં ઉપયોગ! ત્યારે કદાચ મોબાઇલ આ દુનિયામાંથી ગાયબ કરી દેવામાં આવે તો પણ કોઈને કશો જ ફરક ન પડત!

આજે મોબાઇલ એટલે કામ પછી પહેલાં તો ટાઇમપાસ માટેનું સાધન બની ગયું છે. જે ભૂખ ભુલાવી દે, ઊંઘ ભુલાવી દે અને આપણાં મહત્વના કામ પણ કયારેક કયારેક ભુલાવી દે ! મોબાઈલ એટલે ગેમ રમવાનું સાધન કે જે માણસને એક જ જગ્યાએ બેસાડી રાખે ચાહે તે નાનાં બાળકો હોય કે મોટાં લોકો! નાનાં બાળકો નાની નાની ગેમ રમે ને મોટાં લોકો મોબાઈલમાં પત્તાં રમવાનાં શોખના આરે પોતાનો કીમતી સમયનો વ્યય કરે! ઉપરથી મગજને મનોરંજન પુરું પાડવાનાં બહાને તેમને એક જ વસ્તુ મળી જાય, સ્ક્રોલ કરવાનું!સ્ક્રોલ કરો એટલે તમારો સમય અને ઈન્ટરનેટ માટે ખર્ચેલા પૈસા બધું જ વ્યર્થ! ચાહે એ ફેસબૂક પર સ્ક્રોલ કરો, ઈન્સ્ટાગ્રામમાં રીલ હોય કે યુ ટ્યુબ શોર્ટ્સ!

આ પણ વાંચો:- PG Experiences: પી.જી. માં રહેવાનાં અનુભવો

શીખવા માટે કશું મળે જ નહિં જો તમે આ જાળમાં ફસાઈ ગયા તો!

મોબાઇલ તો શું! ઈન્ટરનેટ વગર પણ આજે રહેવું અશક્ય બની ગયું હોય તેમ લાગે છે! એવામાં જો મોબાઇલ જ ગાયબ થઈ જાય તો! જે લોકો મોબાઈલના વ્યસની છે તેઓને માટે તો શ્વાસ લેવાનું જ જાણે મુશ્કેલ થઈ જાય!

મોબાઈલ માત્ર જરૂરિયાત છે તે વ્યસન ન બને અને મોબાઇલનો આપણે ઉપયોગ માત્ર ને માત્ર જરૂરિયાત માટે બને તો જ આપણે આગળ વધી શકીશું! નહીંતર નહીં; ક્યારે આ જ મોબાઈલ આપણને પાછળ ખેંચીને પછાડી દેશે ખબર પણ નહીં પડે! કેમ કે એ ધ્યાન પણ આપણે જ રાખી શકીએ છે; એ તકેદારી આપણી છે મોબાઈલની નહી!

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *