Temple

Temple where devotees offer water bottle: એક મંદિર એવી જ્યાં પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે પાણીની બોટલ, જાણો તેની પાછળનો ઇતિહાસ…

Temple where devotees offer water bottle: આ મંદિર દેખાવમાં ભવ્ય નથી, પરંતુ પાટણ થી મોઢેરા જતા રસ્તામાં તમને તે રસ્તાની બાજુમાં જોવા મળશે

અમદાવાદ, 29 ડિસેમ્બર: Temple where devotees offer water bottle: મંદિરોમાં તમે ભક્તો દ્વારા ભગવાનને ફળ અને મીઠાઈઓ ચઢાવતા જોયા જ હશે અને પછી તેને પ્રસાદના રૂપમાં પણ વહેંચવામાં આવે છે. આટલું જ નહીં, તમે કેટલાક એવા મંદિરો પણ સાંભળ્યા હશે. જ્યાં નૂડલ્સ, ચૌમીન આ બધું લોકોને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે અને આ કોઈ નહીં પણ કોલકાતાનું ‘ચીની કાલી મંદિર’ છે. પરંતુ શું તમે આ જાણો છો, દેશમાં એક એવું મંદિર પણ છે, જ્યાં પ્રસાદમાં પાણી સિવાય બીજું કંઈ આપવામાં આવતું નથી.

હા, ગુજરાતમાં હાલના આ મંદિરમાં લોકો જ્યારે તેમની બાધા પૂર્ણ કરે છે ત્યારે લાડુ અને મીઠાઈને બદલે પાણીની બોટલ ચઢાવે છે. પાટણથી મોઢેરા જતી વખતે તમને આ મંદિર જોવા મળશે. મંદિરના નિર્માણની કહાની ખૂબ જ અનોખી છે, ચાલો તમને આ મંદિર વિશે જણાવીએ.

એક રિપોર્ટ અનુસાર, આ મંદિર દેખાવમાં ભવ્ય નથી, પરંતુ પાટણ થી મોઢેરા જતા રસ્તામાં તમને તે રસ્તાની બાજુમાં જોવા મળશે, જે સામાન્ય ઈંટોથી બનેલું છે. સામાન્ય રીતે લોકો મંદિરોમાં મીઠાઈ, ફળ ચઢાવે છે, ત્યારે ભક્તો આ મંદિરમાં પાણી ચઢાવતા જોવા મળે છે. મંદિરની એવી માન્યતા છે કે જળ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ મંદિર કેવી રીતે બન્યું તેની વાર્તા દુઃખદ છે.

વાસ્તવમાં, 21 મે, 2013ના રોજ અહીં એક ઓટો રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ રોડ અકસ્માતમાં 8 માંથી 6 લોકોના મોત થયા હતા, રિપોર્ટ અનુસાર ઓટોમાં સવાર લોકો લગ્નમાં જઈ રહ્યા હતા. આ ઓટોમાં 2 બાળકો પણ હતા, બાળકો એટલા તરસ્યા હતા કે તેઓ સતત પાણી માંગી રહ્યા હતા. પરંતુ કોઈએ પાણી ન આપ્યું અને પછી તે મૃત્યુ પામ્યા.

આ અકસ્માત બાદ જ અહીં અકસ્માતો થવા લાગ્યા હતા. આ અકસ્માતો બાદ સ્થાનિક લોકોને સમજાયું કે આ તમામ અકસ્માતો બંને બાળકોના મોતના કારણે થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તે બંને બાળકોને ભગવાન માનીને, સ્થાનિક લોકોએ કેટલીક ઇંટોનું એક નાનું મંદિર બનાવ્યું અને ત્યાં પૂજા કરવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે મંદિર પછી નજીકના કૂવાના ખારા પાણી પણ મીઠા થઈ ગયા. આ સાથે માર્ગ અકસ્માતો પણ ઓછા થઇ ગયા. 

આ મંદિરમાં માત્ર પાણી જ ચઢાવવામાં આવતું નથી, પરંતુ લોકો એવું પણ માને છે કે આ પાણીને પ્રસાદ તરીકે લેવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે.આ વાત બધે ફેલાઈ જતાં અહીં લોકોની ભીડ જામવા લાગી. 12 થી 100 બોટલ અને હજારો પાણીના પેકેટ અહીં પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે.

આ પણ વાંચો: Tips for traveling: શું તમે પણ એકલા ફરવાના છો શોખીન? ફોલો કરો આ ટિપ્સ…