Traveler

Tips for traveling: શું તમે પણ એકલા ફરવાના છો શોખીન? ફોલો કરો આ ટિપ્સ…

Tips for traveling: જાણો તમે પણ એકલા ફરવા જાવો ત્યારે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો

કામ ની ખબર, 29 ડિસેમ્બર: Tips for traveling: અનેક લોકો એકલા પ્રવાસ કરવાના ખૂબ શોખીન હોય છે. એકલા પ્રવાસ કરવાની મજા બહુ જ આવે છે. જે મસ્તીમાં અને જેમ ફરવું હોય એમ આપણે ફરી શકીએ છીએ. જો કે એકલા ફરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમે નાની-નાની વાતો પર ધ્યાન આપતા નથી તો ક્યારેક મોટી મુશ્કેલીમાં પણ મુકાઇ શકો છો. તો જાણો તમે પણ એકલા ફરવા જાવો ત્યારે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો.

  • જ્યારે તમે એકલા પ્રવાસ કરો ત્યારે તમારી બેગમાં અને પર્સમાં ઓળખના પુરાવા રાખો. જેથી કરીને તમે જ્યારે પણ કોઇ મુશ્કેલીમાં મુકાવો ત્યારે તમારા બેગમાંથી તમને સરળતાથી મળી રહે અને કોઇ બીજી વ્યક્તિ પણ તમારો કોન્ટેક્ટ કરી શકે.
  • જો તમે વિદેશ યાત્રા કરો છો તો ખાસ કરીને પહેલા પાસપોર્ટ ચકાસી લો. ક્યાંક તમારો પાસપોર્ટ એક્સપાયર તો નથી થઇ ગયોને? તમારા પાસપોર્ટમાં કોઇ પ્રોબ્લેમ્સ તો નથી…જો તમે આ કામ પહેલા કરી લો છો તો હેરાન ઓછુ થવાય છે.
  • તમારા મોબાઇમાં તમે પાસવર્ડ રાખીને લોક કરો છો તો તમે આજે જ આ સિસ્ટમ કાઢી નાંખો. કારણકે જ્યારે તમને કંઇ થાય તો કોઇ બીજી વ્યક્તિ સરળતાથી તમારા મોબાઇલમાંથી તમારા ફેમિલીને કોન્ટેક્ટ કરી શકે.
  • તમે તમારી સાથે એક ડાયરી રાખો અને એમાં તમારા ફેમિલીના નંબર લખીને રાખો જેથી કરીને તમને આગળ જતા કોઇ તકલીફ ના થાય.
  • પ્રવાસ કરતી વખતે હંમેશા ઘરના લોકો સાથે વાતચીત કરતા રહો. આ સાથે જ તમે તમારા ફેમિલીને તમે ક્યાં જાવો છો..કઇ જગ્યાએ રોકાવાના છો એ બધું જ લિસ્ટ આપીને જાવો જેથી કરીને ગમે ત્યારે એમને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે.

આ પણ વાંચો: Russia-ukraine war update: રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનના 10 વિરોધીઓના શંકાસ્પદ મોત! વાંચો…