Banner Puja Patel

Thoughts in mind: આપણાં મનમાં એક ચાહત હોય છે કે “મારી આ ઈચ્છા પૂર્ણ થાય!”

શીર્ષક:- જે ચાહો તે પામો (વિઝન)Thoughts in mind

હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાંની વચ્ચે એક ટોપિક લઇને કે જેનું શીર્ષક છે: “જે ચાહો તે પામો!”

Thoughts in mind: આપણે જ્યારે મંદિરે જઈએ ત્યારે જે પણ સાચા દિલથી માંગીએ તે આપણને મળતું હોય છે. શું તેનું કારણ માત્ર શ્રદ્ધા કે આપણાં મનમાં રહેલી આસ્થા જ હોય છે?! ના, આપણાં મનમાં એક ચાહત હોય છે કે “મારી આ ઈચ્છા પૂર્ણ થાય!” અને તે ઈચ્છા પૂર્ણ થાય એ માટે આપણે તનતોડ મહેનત સાથે સાથે અથાગ પ્રયાસ પણ કરતાં હોઈએ છીએ.

આપણે જે પણ ચાહીએ તે પામી શકીએ છીએ. શાહ રૂખ ખાનની ઓમ શાંત ઓમ ફિલ્મનો એક ડાયલોગ છે ને,”અગર કિસી ચીઝ કો તુમ સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત તુમસે ઉસ ચીઝસે મિલાનેકી સાજિશમેં લગ જાતી હૈ!” હકીકતમાં થતું પણ કશુંક એવું જ હોય છે. એક પ્રસિદ્ધ લેખિકા “રોન્ડા બર્ન” દ્વારા લિખિત પુસ્તક “ચમત્કાર” કે જે વિશ્વ વિખ્યાત છે તે પુસ્તકમાં પણ લખેલું છે કે આ દુનિયા રેસ્ટુરેન્ટનાં સિદ્ધાંત પર કાર્ય કરે છે. જેમ આપણે કોઈ હોટેલ, કેફે કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, ત્યારે આપણાં હાથમાં એક મેનુ કાર્ડ હોય છે કે જેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે અને આપણે એ મેનુમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરીને મંગાવતા હોઈએ છીએ! વાસ્તવ દુનિયામાં પણ કંઇક એવું જ હોય છે, આપણી દુનિયા એક મેનુ કાર્ડની જેમ વર્તે છે, આપણને જે પસંદ આવે તે વસ્તુ આપણે દુનિયા પાસેથી માંગવાની હોય છે એક ઈચ્છાના સ્વરૂપે! જે રીતે આપણે રાહ જોઈએ અને એક વ્યકિત આપણાં ટેબલ પર આપણી મંગાવેલી વસ્તુ લાવીને મૂકે એ જ રીતે આપણે પણ અહી વાસ્તવિક જીવનમાં એક પરફેક્ટ સમયની રાહ જોવાની હોય છે અને સાથે સાથે આપણી સખત લગન અને મહેનત ચાલુ રાખવાની હોય છે. અને જ્યારે રેસ્ટોરન્ટમાં આપણે આપણી પસંદગીની મંગાવેલ વસ્તુઓ જ્યારે આપણી સમક્ષ હાજર થઈ જાય ત્યારે આપણે જેમ તેનો લુત્ફ ઉઠાવીએ છીએ એ જ રીતે આપને આ બાજુ વાસ્તવિક જીવનમાં જ્યારે કોઈ ઈચ્છા પૂર્ણ થાય ત્યારે આપણે હર્ષોલ્લાસ સાથે આનંદમાં આવીને મિજબાની કરતાં હોઈએ છીએ. ઉપરાંત અહીં કશુંક ચૂકવવું પણ પડે છે. જે રીતે રેસ્ટોરન્ટમાં આપણે આપણી મંગાવેલ વસ્તુમાટે કોઈ કિંમતની ચૂકવણી કરીએ છીએ તે જ રીતે આપણે વાસ્તવિક જીવનમાં આપણી ઈચ્છા પૂર્ણ થાય તે માટે ઘણાં બધાં પરસેવાનાં ટીપાં અને અથાગમહેનતની સરવાણી વહાવી દેતાં હોઈએ છીએ; જેથી આપની ઈચ્છા, કે સપનાં સાકાર થાય અને આપણને તેમાં સફળતા મળે!
કોણ કહે છે કે “વિઝન”નું મહત્વ નથી?! આ બધાંમાં જો એક કલ્પના ન થઈ હોય તો શક્ય જ નથી કે તે કલ્પના ચાહ બને! એને જો તે ચાહ બને જ નહીં તો આપણને રાહ કેવી રીતે મળે?! માટે જ કહેવાયું છે કે “ચાહ છે તો રાહ છે!” અને આપને જે પણ સાચા દિલથી માંગીએ તે આપણને મળે જ છે. તેનાં માટે એક સાચો સમય હોય છે જે આપણી ઈચ્છા પૂર્ણ થવા માટે રાહ જોવડાવી દેતો હોય છે પણ સફળતાની એક પળ આવે ત્યારે આ જ સમય મનમાં એક ઉત્સાહની લહેર પ્રસરાવી દેતો હોય છે.
હું આત્મવિશ્વાસ સાથે એનાં માટે કઈ રહી છું કારણકે મારો આ પોતાનો અનુભવ છે અને સાથે સાથે મેં ઘણી બધી વખત આ નોટીસ પણ કરેલું છે. મારાં અનુભવ, અવલોકન અને લોકોનાં અનુભવ દ્વારા પહેલાં જે મારાં માનવામાં નહોતું આવી રહ્યું હવે તે મારાં મનમાં દૃઢ વિશ્વાસ બનીને બેસી ગયું છે; હંમેશને માટે!

Is it necessary to get married?: શું લગ્ન કરવા જરૂરી છે!?

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *