Remarriage

Is it necessary to get married?: શું લગ્ન કરવા જરૂરી છે!?

Is it necessary to get married?: આજકાલ લગ્ન કરીને સાત સમુંદર પાર વિદેશમાં વસવાનું એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે. કારણ છે પૈસા! ત્યાંની ડોલરની કમાણીમાં રહેવા માટે જે લાલચ છે તેને તો કોઈ રોકી નહીં શકે પરંતુ તે માટે લગ્ન કરીને મન મારીને જવાનો કોઈ જ મતલબ નથી!

Is it necessary to get married?: Pooja patel

Is it necessary to get married?: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાંની વચ્ચે એક ટોપિક લઇને કે જેનું શીર્ષક છે: “શું લગ્ન કરવા જરૂરી છે!?”
આજનાં જમાનામાં લગ્ન એટલે ખબર નહીં કે શું મતલબ છે! ગાડરિયો પ્રવાહ વહેતો હોય અને તેમાં જ રહીને આપણે કારણ વગર તરીને બતાવવાનું? એ પણ જરૂરિયાત વગર? લગ્ન એટલે એ એક બંધન છે કે જેમાં માત્ર દુલ્હા દુલ્હન નહીં પરંતુ એક આખો પરિવાર એક થતો હોય છે, એ પણ જીવનભર માટે! એવામાં વિના કોઈ પરખ કરી શું લગ્ન કરી લેવાં જોઈએ માત્ર આ કારણો થકી?;
શું લગ્ન કરવા જરૂરી છે? કારણ કે તમારી ઉંમરના મિત્ર મંડળના લોકો પરણી ગયા છે?
શું લગ્ન કરવા જરૂરી છે? કારણ કે તમારી ઉંમર વીતતી જઈ રહી છે?
શું લગ્ન કરવા જરૂરી છે? કારણ કે મોટો ભાઈ કે મોટી બહેન પરણી ગયાં છે અને માત્ર તમે જ બાકી રહ્યાં છો!
શું લગ્ન કરવા જરૂરી છે? કારણ કે તમારા ભૂતકાળને ભૂલવા માંગો છો?
શું લગ્ન કરવા જરૂરી છે? કારણ કે તમારા માતાપિતા તમારી પર દબાણ કરી રહ્યાં છે કેમ કે તેમણે કોઈ શાહુકાર પાસેથી વ્યાજ પર કોઈ રકમ લીધી છે?
શું લગ્ન કરવા જરૂરી છે? કારણ કે સામેવાળાના પરિવાર પાસે એટલા પૈસા છે કે તમારે વિદેશ જવું હોય તો તે તમારી માટે બેલેન્સ બતાવવા તૈયાર છે?
આજકાલ લગ્ન કરીને સાત સમુંદર પાર વિદેશમાં વસવાનું એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે. કારણ છે પૈસા! ત્યાંની ડોલરની કમાણીમાં રહેવા માટે જે લાલચ છે તેને તો કોઈ રોકી નહીં શકે પરંતુ તે માટે લગ્ન કરીને મન મારીને જવાનો કોઈ જ મતલબ નથી! સ્વદેશમાં લગ્ન તો જ શક્ય બને જો સામેવાળો પરિવાર પૈસાદાર હોય! પરંતુ આ તો કારણ નથી ને કે લગ્ન કરી લીધાં એટલે વાત પુરી!?
હાં લગ્ન કરવા જરૂરી છે, પણ એક સમય કે જે લગ્ન કરવા માટે શ્રેષ્ઠ સમય લાગે અને સાથે સાથે તે વ્યક્તિ પણ કે જે આખી જિંદગી સાથ નિભાવવા માટે તૈયાર હોય તો લગ્ન કરવાનો વિચાર કરી શકાય; અન્યથા નહીં! લગ્ન કરીને એક પરિવારનો હિસ્સો બનવાની વાત હોય, બંને પરિવારને એક કરવાની જ્યાં વાત હોય, અને હ્રદયમાં જો લાગણીનો સંચાર હોય તો જ લગ્ન કરાય નહીંતર ન કરાય!

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!
પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Arvind Trivedi ‘Lankesh’: આજે એક એવા લંકેશની વાત કરવી છે જેને અસલ જિંદગીમાં પણ લોકો રાવણ સમજી બેઠા હતાં.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *