Rajkot station

Pension Adalat in Rajkot Railway Division: 15મી જૂનના રોજ રાજકોટ રેલવે ડિવિઝનમાં પેન્શન અદાલતનું આયોજન

રાજકોટ, 23 મે: Pension Adalat in Rajkot Railway Division: રેલવે બોર્ડની સૂચના મુજબ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે રાજકોટ રેલવે ડિવિઝનમાં 15મી જૂન, 2022ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, આ પેન્શન અદાલતનું આયોજન સવારે 11.00 કલાકે કોઠી કમ્પાઉન્ડમાં ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના તમામ પેન્શનરો, ફેમિલી પેન્શનરો જેમને પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ હોય, તેઓ વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી, સેટલમેન્ટ વિભાગ, ડીઆરએમ ઓફિસ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ, 360001 ના સરનામે કવર પર ‘પેન્શન અદાલત 2022’ લખી ને નામ અને સરનામા સાથે મોકલી શકો છો.

Pension Adalat in Rajkot Railway Division: વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી મનીષ મહેતાના જણાવ્યા મુજબ, અરજી મોકલતી વખતે, અરજદાર નિવૃત્તિની તારીખ, હોદ્દો, વિભાગ, સ્ટેશન, મોબાઈલ નંબર, પેન્શન પે ઓર્ડરની નકલ અને તેની ફરિયાદની વિગતો ટૂંકમાં લખીને ઉપર જણાવેલ સરનામા પર 31.05.2022 સુધી મોકલી શકે છે.

આ પણ વાંચો..Additional coaches will be added temporarily: અમદાવાદથી ઉપડતી 12 ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવામાં આવશે.

Gujarati banner 01