janvi savalia crickter

Janvi Savalia selected at the national level in the women’s cricket team: સૌરાષ્ટ્રના જેતપુરની આ મહિલા ક્રિકેટરની રાષ્ટ્રકક્ષાએ પસંદગી કરવમાં આવી છે

Janvi Savalia selected at the national level in the women’s cricket team: જેતપુરની સરદાર પટેલ કેળવણીમાં અભ્યાસ કરતી જાનવી સાવલીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટીમમાં રાષ્ટ્રીય કક્ષાએ વેસ્ટઝોન ટીમમાં પસંદગી પામી હતી

રાજકોટ, 23 મે: Janvi Savalia selected at the national level in the women’s cricket team: એક જમાનો હતો જયારે ક્રિકેટમાં પુરુષોનું મહત્વ હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પ્રમાણ પુરુષનું પ્રમાણની સમાંતર છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ કારકિર્દી બનાવી રહી છે. ભારતમાં રમત ગમતમાં ક્રિકેટની મહત્વતા વધારે છે એમાં પણ ગુજરાતમાં પણ ક્રિકેટને કારકિર્દી બનાવની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર માંથી પણ પ્રતિભાશાલી ખેલાડીઓ બહાર આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં જેતપુરમાં રહેતી જાનવી સાવલીયાએ ક્રિકેટ ક્ષેત્રમાં આગળ વધી જેતપુર જ નહીં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નામ વધાર્યું છે. જેતપુરના ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે આંતરાષ્ટ્રીય ક્રિકેટ કોચ મિતેષ ચૌહાણ તથા ડૉ આર.વી સરવૈયાના માર્ગદર્શન હેઠળ જેતપુરની ગ્લોબલ ક્રિકેટ એકેડમી તેમજ ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ટ્રેનિંગ લઇ રહેલ જેતપુરની સરદાર પટેલ કેળવણીમાં અભ્યાસ કરતી(Janvi Savalia selected at the national level in the women’s cricket team) જાનવી સાવલીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટીમમાં રાષ્ટ્રીય કક્ષાએ વેસ્ટઝોન ટીમમાં પસંદગી પામી હતી.

જેતપુર ઇતિહામાં આ પ્રથમ ઘટના હતી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા બદલ ધવલ સ્કૂલના પ્રિન્સિપાલ દિનેશ ભુવા જેતપુર સિનિયર એડવોકેટ જનકભાઈ પટેલ તેમજ તાસળના ટ્રસ્ટ મંડળ દ્વારા જાનવીને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં જાનવી જેતપુર જ નહીં પરંતુ દેશનું નામ આંતરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.

આ પણ વાંચો..Kedarnath Dham pilgrims trapped: કેદારનાથ ધામ તીર્થયાત્રીઓ ફસાયા, હવામાન સાફ થયા બાદ મુસાફરોને રવાના કરાશે

Gujarati banner 01