SBI Interest Rate Hike

SBI customers will benefit: SBIના ગ્રાહકો માટે સારા સમાચાર, યુઝર્સ હવે વધારાના કોઈપણ ચાર્જ વગર લેવડદેવડ કરી શકશે

SBI customers will benefit: વપરાશકર્તાઓ કોઈપણ વધારાના ચાર્જ વિના સેવાઓનો લાભ લઈ શકે છે, જેમાં સેન્ડ મની, રિક્વેસ્ટ મની, એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને UPI પિન બદલોનો સમાવેશ

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બરઃ SBI customers will benefit: ભારતની સૌથી મોટી ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેંક(SBI)એ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ હટાવવાની જાહેરાત કરી છે. SBIએ જણાવ્યું કે યુઝર્સ USSD સર્વિસનો ઉપયોગ કરી વધારાના ચાર્જ વગર સરળતાથી લેવડદેવડ કરી શકશે.

આ વાતની જાણ SBIએ સોશિયલ મીડિયા મારફતે કરી છે. SBIએ પોસ્ટમાં લખ્યું, ‘મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર હવે SMS ચાર્જ માફ! યુઝર્સ હવે કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર સરળતાથી લેવડદેવડ કરી શકશે’.

પોસ્ટમાં આગળ જણાવે છે કે વપરાશકર્તાઓ કોઈપણ વધારાના ચાર્જ વિના સેવાઓનો લાભ લઈ શકે છે. જેમાં સેન્ડ મની, રિક્વેસ્ટ મની, એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને UPI પિન બદલોનો સમાવેશ થાય છે.

USSD અથવા અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટાનો ઉપયોગ સામાન્ય રીતે ટોક ટાઈમ બેલેન્સ અથવા એકાઉન્ટની માહિતી તપાસવા અને મોબાઈલ બેંકિંગ વ્યવહારો માટે થાય છે. આ સર્વિસ ફિચર ફોન પર કામ કરે છે. SBIના આ નિર્ણયથી ફિચર ફોન વાળા યુઝર્સને લાભ થશે, જે દેશના 1 બિલિયનથી વધુ મોબાઈલ ફોન વપરાશકારોના 65%થી વધુ છે. ફિચર ફોન યુઝર્સ *99# ડાયલ કરી આ સર્વિસનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચોઃ Movement of ST employees: 22 તારીખ મધ્યરાત્રિથી એસટી બસના પૈડા થંભશે, વાંચો શું છે કર્મચારીઓની માંગ

બીજી ખબર અનુસાર, SBIએ બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 70 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ SBIની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી અનુસાર, રિવાઈઝ રેટ હવે 13.45% છે. નવા રેટ 15 સપ્ટેમ્બરે લાગુ થઈ ચૂક્યા છે. બેંકે આજથી અમલમાં આવતા બેઝ રેટને પણ એ જ બેસિસ પોઈન્ટથી વધારીને 8.7% કર્યો છે.

બેઝ રેટ પર લોન લેનારા ઋણધારકોની EMI રકમ વધશે. બેંક ત્રિમાસિક ધોરણે BPLR અને બેઝ રેટ બંનેમાં સુધારો કરે છે. આગામી દિવસોમાં અન્ય બેંકો પણ SBIની જેમ ધિરાણ દરમાં સુધારો કરી શકે છે.

આ પણ વાંચોઃ Milk strike tomorrow: આવતી કાલે દૂધ હડતાળ, રાજ્યમાં માલધારી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે કરશે માંગણી