milk

Milk strike tomorrow: આવતી કાલે દૂધ હડતાળ, રાજ્યમાં માલધારી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે કરશે માંગણી

Milk strike tomorrow: માલધારી સમાજને સુચના આપવામાં આવ્યું છે કે દુધનાં ખાનગી વાહનો ને કનડગત કે નુકશાન ન થાય તે પણ કાળજી લેવી

ગાંધીનગર, 20 સપ્ટેમ્બરઃMilk strike tomorrow: માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અંગે ગુજરાત સરકાર કોઈ નક્કર પરિણામ લાવી શકી નથી. આવા સમયે માલધારી સમાજ સમગ્ર ગુજરાતમાં 21 તારીખે દૂધ હડતાલ કરશે.

માલધારીઓની ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું જાય છે. તેમજ નિર્દોષ રાહદારીઓને નાના મોટા અકસ્માતોનો ભોગ બનવું પડે છે. ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટમાં ખોટા એફીડેવીટો કરીને ગુજરાત હાઈકોર્ટને ગેરમાર્ગે દોરે છે. દિન પ્રતિદીન ગામડા ઓને શહેરોમાં ભેળવીને પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પાયમાલ કરવાનું બીલ ઢોર અંકુશ નિયંત્રણ ગુજરાત વિધાનસભામાં લાવવામાં આવ્યું.

આ પણ વાંચોઃ Ashok rathod join AAP: સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ તેમના હજારો ટેકેદારો સહિત ‘આપ’માં જોડાયા

Advertisement

આ બીલ પ્રજાનાં હિત માટે નહીં પરંતુ 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકાની ગૌચરની સરકારી પડતર જમીન માનીતા ઉદ્યોગપતિઓને હેતુફેર કરીને જમીનો પધરાવી દેવાનું આ બીલ છે. તેમજ કુલ ૧૧ મુદ્દાઓ માલધારીઓએ માંગણી સાથે ગુજરાત સરકારને આપેલ છે. તેના માત્રને માત્ર આશ્વાસન અને લોલીપોપ આપવામાં આવે છે. તેવું ગુજરાત માલધારી પંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

પ્રવક્તા નાગજીભાઈ વધુ જણાવે છે કે 21મીએ સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દુધડેરીઓમાં તેમજ ઘરે ઘરે આપવા નહીં જાય તેવી એક દિવસની દુધની હડતાળ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે સમગ્ર માલધારી સમાજને સુચના આપવામાં આવ્યું છે કે દુધનાં ખાનગી વાહનો ને કનડગત કે નુકશાન ન થાય તે પણ કાળજી લેવી.

સામાન્ય પ્રજાને પણ કોઈક પ્રકારે હેરાનગતિ ન થાય તેની કાળજી લેવા સુચના આપવામાં આવી છે. સાથે સાથે ગુજરાત સરકારનાં તંત્રને પણ વિનંતી કરવામાં આવ્યું છે કે માલધારીઓ સાથે દુધ બાબતે કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં ના આવે. માલધારી સમાજે કોરોનાકાળમાં તમામ વસ્તુનાં ભાવ વધ્યા હતા. છતાંય દુધના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કરેલ નથી. તે ગુજરાતની તમામ પ્રજા જાણે છે.

Advertisement

આ પણ વાંચોઃ Gujarati Garba Night in USA: યુએસએના કેન્સાસ માં ગુજરાતી ગરબા નાઇટ અદભૂત આયોજન- જુઓ ફોટોઝ

Gujarati banner 01