Pantajli IPO Launch

Pantajli IPO Launch: પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ-વેલનેસનો IPO કરશે લૉન્ચ

Pantajli IPO Launch: પતંજલિ ગ્રૂપના લક્ષ્યાંક વિશે વાત કરતા યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે કંપની આગામી 5-7 વર્ષમાં રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે

બિઝનેસ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃ Pantajli IPO Launch: પતંજલિ ગ્રૂપ હવે પોતાની ચાર કંપનીઓને શેરમાર્કેટમાં લિસ્ટ કરવા માટે તૈયાર છે. રૂચિ સોયાને મળેલી સફળતા બાદ હવે પતંજલિ જૂથ વધુ 4 IPOને માર્કેટમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પતંજલિ ગ્રૂપના લક્ષ્યાંક વિશે વાત કરતા યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે કંપની આગામી 5-7 વર્ષમાં રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે. પતંજલિ કંપનીના વિઝન વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે કંપની આગામી પાંચ વર્ષમાં 5 લાખ લોકોને રોજગારીની તકો પૂરી પાડશે.

અત્યારે પતંજલિ ગ્રૂપનું ટર્નઓવર રૂ. 40,000 કરોડ છે. ગ્રૂપનું ટર્નઓવર આગામી 5-7 વર્ષમાં રૂ. 1 લાખ કરોડને પાર થશે તેવો આશાવાદ બાબા રામદેવે વ્યક્ત કર્યો હતો. પતંજલિ ગ્રૂપની કંપની પતંજલિ ફૂડ્સ પહેલાથી જ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે અને તેનું માર્કેટ કેપ પણ રૂ. 50,000 કરોડને આંબ્યું છે. અમે આાગામી પાંચ વર્ષમાં અન્ય ચાર આઇપીઓ લાવવા માટે પણ તૈયાર છીએ. પતંજલિ ગ્રૂપ પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ અને પતંજલિ વેલનેસનો આઇપીઓ લાવશે. જેમાં પતંજલિ આયુર્વેદનો પહેલો IPO આવશે.

આ પણ વાંચોઃ Clean train day: રાજકોટ રેલવે ડિવિઝન પર ‘સ્વચ્છ ટ્રેન દિવસ’ નિમિત્તે ટ્રેનોની વ્યાપક સફાઈ

પતંજલિ આયુર્વેદ IPOની દૃષ્ટિએ મજબૂત કંપની છે. તદુપરાંત ગ્રાહકોની સંખ્યા, નફાકારકતા તેમજ ઉજ્જવળ ભવિષ્યને જોતા તે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવા માટે વધુ યોગ્ય છે. બીજો આઇપીઓ પતંજલિ મેડિસિનનો લોન્ચ થઇ શકે છે, જે દિવ્ય ફાર્મસીની માલિકી ધરાવે છે અને ત્યારબાદ પતંજલિ વેલનેસ જે ભારતમાં હોસ્પિટલ તેમજ OPD ચેઇનનું સંચાલન કરે છે.

ઉલ્લેખનીય છે કે, પતંજલિ ગ્રૂપે પોતાની ટેસ્ટિંગ સુવિધાને વધુ આધુનિક બનાવવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રૂ.500 થી રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યુ છે. માર્કેટમાં પતંજલિની કોઇપણ પ્રોડક્ટ્સ લોન્ચ થાય તે પહેલા તેની અનેક વખત લેબમાં ચકાસણી કરવામાં આવે છે. તે ઉપરાંત કંપની કેટલાક દેશોમાં પ્રોડક્ટ્સની નિકાસ કરે છે જેમાં ગુણવત્તાના ઉચ્ચ માપદંડો આવશ્યક હોય છે.

આ પણ વાંચોઃ SBI customers will benefit: SBIના ગ્રાહકો માટે સારા સમાચાર, યુઝર્સ હવે વધારાના કોઈપણ ચાર્જ વગર લેવડદેવડ કરી શકશે

Gujarati banner 01