shivrajpur amrut mahotsav 3

Blue Flag Beach Shivrajpur: દ્વારકાના શિવરાજપુર બીચને સ્વચ્છ અને રમણીય બ્લુ ફ્લેગ બીચને બીજી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું

Blue Flag Beach Shivrajpur: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારકાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ ખાતે, મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે આઈકોનીક વીકની ઉજવણીનો શુભારંભ કરાયો

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૭ ઓક્ટોબર
: Blue Flag Beach Shivrajpur: દેવભૂમિ દ્વારકા જિલ્લાના “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારતની નેમ સાથે ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને વર્ષ ૨૦૨૧-૨૨ માટે પુનઃ બ્લુ ફ્લેગ બીચ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરવામાં આવેલ છે, જેના ગૌરવવંતા કાર્યક્રમની જાહેરાત અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે “આઈકોનીક વીક”ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંત્રીના હસ્તે “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર પર ફ્લેગ હોસ્ટીંગ અને રેતશિલ્પનું પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

Blue Flag Beach Shivrajpur

આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા “ન ભૂતો ન ભવિષ્યતિ” – પર્યાવરણ બચાવવું એ આપણા સૌની ફરજ છે, ગુજરાતના ગૌરવ એવા આ બ્લુ ફ્લેગ બીચ પર પર્યાવરણ બચાવવા માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોવાનો મને આનંદ છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનું સુંદર સુત્ર આપ્યું છે, જેના આચરણ થકી(Blue Flag Beach Shivrajpur) શિવરાજપુરના આ સ્વચ્છ અને રમણીય બ્લુ ફ્લેગ બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે, એ આપણા માટે ગૌરવની બાબત છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિત રીતે લોકો સક્ષમ બની રહ્યા છે, અને સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો…New course started in ITI: આઇટીઆઇ ગાંધીનગર ખાતે કાર્યરત NSQF કક્ષાના શોર્ટ ટર્મ કોર્ષમાં પ્રવેશ ચાલુ

વધુમાં મંત્રીએ સ્વચ્છ ભારતની નેમ સાથે દેશ અને દુનિયામાં ગુજરાત એક મોડેલ તરીકે નામના મેળવે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. શિવરાજપુરનો બ્લુ ફ્લેગ બીચએ દ્વારકાધીનના મંદીરે દર્શને આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનનું સ્થળ બની રહ્યો છે. પર્યાવરણનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે, જેથી આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ તેમ પણ જણાવ્યું હતુ. આ ત્તકે પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેકએ શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચના (Blue Flag Beach Shivrajpur) પ્રવાસન સ્થળ થકી દ્વારકા નો નકશો જાણે બદલાઈ રહ્યો છે, અને દ્વારકા વિકાસની દિશામાં સતત આગેકૂચ કરી રહ્યું છે તેમ જણાવ્યું હતુ.

Blue Flag Beach Shivrajpur

નોંધનીય છે કે, રાષ્ટ્રગીતથી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમા પર્યાવરણ જાગૃતિ વિષયે યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન અને શિવરાજપુર બીચ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કૃપાબેન ઝા એ કર્યુ હતું. આભારવિધી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ કરી હતી.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ દ્વારકાધીશ જગત મંદીર ખાતે દ્વારકાધીશના દર્શન કરી આરતીનો લાભ પણ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને રાજ્ય સચિવ શ્યામલ ટીકાદાર, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરી, જિલ્લા ઉપપ્રમુખ ખંરાજભા કેર, જિલ્લા ભાજપ મંત્રી પરબતભાઈ ભાદરકા, જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, કિસાન મોરચાના પ્રમુખ સી.આર.જાડેજા, દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેંટારીયા, ભારતીબેન ટ્રેટ, દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી સહિત અગ્રણી વી.ડી.મોરી સહિત વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તથા આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.