Hrithik Roshan supported Aryan

Hrithik Roshan supported Aryan: ઋતિક રોશન આવ્યો આર્યન ખાનના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર લખી મોટી પોસ્ટ- વાંચો વિગતે

Hrithik Roshan supported Aryan: ઋતિકે આર્યનના સમર્થનમાં એક લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે અને 23 વર્ષના આર્યનને શાંતિ રાખવા માટે સલાહ આપી

બોલિવુડ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Hrithik Roshan supported Aryan: સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ લેવા બદલ એનસીબી દ્વારા પકડવામાં આવ્યા બાદ બોલીવુડની ઘણી જાણીતી હસ્તીઓએ આર્યન ખાનના સમર્થનમાં પોતાની વાત રજૂ કરી છે.

હવે સુપર સ્ટાર ઋતિક રોશન પણ આર્યન ખાનના સમર્થનમાં આવ્યો છે. ઋતિકે આર્યનના સમર્થનમાં એક લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે અને 23 વર્ષના આર્યનને શાંતિ રાખવા માટે સલાહ આપી છે.

View this post on Instagram

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

ઋતિકે લખ્યુ છે કે, મારા પ્રિય આર્યન, જિંદગીની સફર અજીબ છે અને તે અનિશ્ચિત છે. ક્યારેક કપરી સ્થિતિ આવે છે પણ ઈશ્વર દયાળુ છે, તે મજબૂત લોકોને જ આવી સ્થિતિમાં મુકે છે. જેમાં તમે તમારી જાતને વધારે સારી કરવા માટે પ્રયત્ન કરો છો. પોતાની જાતને સંભાળવાનુ પણ પ્રેશર હોય છે. આ દરમિયાન ગુસ્સો, મુંઝવણ અને મજબૂરી પણ અનુભવાય છે. આ બધી વસ્તુઓ તારી અંદર રહેલા હીરોને બહાર કાઢશે. પણ સાવધ રહેવાની જરૂર એટલા માટે છે કે, આ વસ્તુઓ તારી અંદર રહેલી ભલાઈ, દયાળુ સ્વભાવ અને પ્રેમને સળગાવી પણ શકે છે.

આ પણ વાંચોઃ inauguration of oxygen plant in bharuch: ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, CM પટેલે કહ્યુ- ગુજરાત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ

ઋતિકે આગળ લખ્યુ છે કે, ભૂલ કરવી, પડવુ, જીત અને હાર એ બધુ એક સરખુ જ છે જો તને ખબર હોય કે તારે તેમાંથી શું સાથે રાખવાનુ છે. યાદ રહે કે આ બધાની સાથે તુ વધારે સારો બની શકે છે. હું તને નાનપણથી ઓળખુ છું. જે છે એને સ્વીકારવુ જરૂરી છે. જેમ જેમ સમય પસાર થશે અને આ બધા અનુભવોને તુ એક બીજાની સાથે જોડીને જોઈશ ત્યારે તને બધુ સમય પડી જશે. બસ શાંત રહેજે અને અધ્યાન આપશે. આજનો સમય તારુ ભવિષ્ય નક્કી કરી રહ્યો છે. કાલના સૂરજની ચમક જોવા માટે અંધારામાંથી પસાર થવુ પડશે. શાંત રહીને પોતાને સંભાળજે. એ પ્રકાશ પર વિશ્વાસ રાખજે જે તારી અંદર છે.

Whatsapp Join Banner Guj