images 1533566359029 Mumbai ITI

New course started in ITI: આઇટીઆઇ ગાંધીનગર ખાતે કાર્યરત NSQF કક્ષાના શોર્ટ ટર્મ કોર્ષમાં પ્રવેશ ચાલુ

New course started in ITI: ગાંધીનગરમાં સેક્ટર-૧૫ ખાતેની ITIમાં શરૂ કરાયેલ આ ટૂંકા ગાળાના કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવાનો રહેશે

ગાંધીનગર, 07 ઓક્ટોબરઃ New course started in ITI: ગુજરાત રાજ્યાના ગાંધીનગર ખાતો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે.જેમાં ITI ગાંધીનગર ખાતે Nation Skill Qualification Framework –NSQF કક્ષાના અને ઔધોગિક જરૂરીયાત આધારિત ટૂંકા ગાળાના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

ITIમાં શરૂ કરાયેલ ટૂંકા ગાળાના કોર્ષમાં કોમર્સ અથવા સંલગ્ન વિષયમાં સ્નાતક માટે ૧૦૦ કલાકના સમયગાળાનો Goods and Service Tax (GST), Accounts Assistant, ધોરણ ૧૨ પાસ માટે ૨૦૦ કલાકનો Mutual Fund Agent તેમજ ITI માટે ૩૬૦ કલાકનો Smart Phone Repair Technicianનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ one day collector flora death: એક દિવસ માટે ક્લેક્ટર બનેલી ફ્લોરાનું નિધન, અંતિમ ઇચ્છા થઇ હતી પૂર્ણ

ગાંધીનગરમાં સેક્ટર-૧૫ ખાતેની ITIમાં શરૂ કરાયેલ આ ટૂંકા ગાળાના કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. કોર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નજીકની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે સવારે ૧૧ થી ૫ કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે તેમ ITI ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે

Whatsapp Join Banner Guj