featured 1649151655

Alert for online shopping: ઓનલાઇન શોપિંગના ટ્રેન્ડ વચ્ચે ઓનલાઇન શોપિંગ માટે થોડી સાવચેતી જરૂરી

Alert for online shopping: કોઈ પણ પ્રોડક્ટ લેતી વખતે તેની કીમતની સરખામણી જરૂર કરો. ઘણી વખત બે પ્રોડક્ટના મોડલ નંબરમાં સહેજ અંતર હોય છે. પરંતુ કીમત અલગ થઈ જાય છે. મોડલ પર જરૂર ધ્યાન આપો.  

ઓનલાઇન શોપિંગ માટે થોડી સાવચેતી જરૂરી(Alert for online shopping)

બિઝનેસ ડેસ્ક, 15 મે: Alert for online shopping: ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ આજકાલ ખૂબ વધી ગયો છે. તેનું કારણ ઓછી કીમત, આરામથી ઘરે બેઠાં શોપિંગ કરવી અને દરેક પ્રકારની પ્રોડક્ટને જાણીને સમજી વિચારીને ખરીદવી છે. પહેલા જ્યાં લગ્નની ડેટ ફિક્સ થઈ ગયા પછી તરત કપડાં, જ્વેલરી અને બાકીની તમામ વસ્તુઓની શોપિંગ શરૂ થઈ જતી હતી તો આજે ઓનલાઇન માત્ર ૩થી ૪ દિવસમાં જ તમામ શોપિંગ પૂરી થઈ જાય છે.પરંતુ જો તમે લગ્નની શોપિંગ ઓનલાઇન કરી રહ્યા છો તો અહીં જણાવેલી કેટલીક સાવચેતી જરૂરથી રાખજો.

બેગ ખરીદતી વખતે ધ્યાન આપો   ઓનલાઇન બેગ ખરીદતી વખતે તમે તેના યોગ્ય હોવા કે ન હોવા વિશે નથી જાણી શકતા. ન તો તેની સ્પેસ અને બેગની અંદરના ભાગ વિશે જાણી શકો છો. એટલે કંઈ પણ ખરીદતા પહેલા પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન અને તેના રિવ્યૂઝ સરખી રીતે વાંચી લો.

તમારા કામની ખબર:-AC light bill decrease tips: દિવસ-રાત AC ચાલુ રાખશો તો પણ લાઇટબિલ નહિં આવે વધારે, બસ ફોલો કરો આ ટિપ્સ

કપડાં લેતી વખતે રાખો સાવચેતી   ખાસ બ્રાન્ડના કપડાં સ્ટોરમાં વધુ મોંઘા હોય છે જ્યારે ઓનલાઇન આ ઓછી કીમતમાં મળી જાય છે. તેના કારણે લોકો ઓનલાઇન શોપિંગ વધુ પસંદ કરે છે, પરંતુ ધ્યાન આપવાવાળી વાત એ છે કે ઘણી સાઇટ્‌સ નકલી પ્રોડક્ટ્‌સ વહેંચે છે, જે ક્વોલિટી મુજબ જરાય સારા નથી હોતા. તેથી તેની તપાસ કરીને જ ઓર્ડર કરો.જ્વેલરી ખરીદતી વખતે રાખો ધ્યાન  

ઘણી વખત ઓનલાઇન જ્વેલરી ખરીદતી વખતે તે સ્ક્રીન પર અલગ દેખાય છે અને ડિલીવરી થયા પછી કંઈક અલગ જ દેખાય છે. ઘણી વખત તેમાં કોઈ પ્રકારનો ડેમેજ હોય છે. તેના માટે હોલમાર્ક ગેરન્ટી ચેક કરો. સાથે જ ઓનલાઇન સ્ટોરની વેબસાઇટની ઓથેન્ટિસિટી પણ ચેક કરો.કીમત ચેક કરો   કોઈ પણ પ્રોડક્ટ લેતી વખતે તેની કીમતની સરખામણી જરૂર કરો. ઘણી વખત બે પ્રોડક્ટના મોડલ નંબરમાં સહેજ અંતર હોય છે. પરંતુ કીમત અલગ થઈ જાય છે. મોડલ પર જરૂર ધ્યાન આપો. (સોર્સ: ન્યુજ રીચ)

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *