Combing Tips

Combing Tips : વાળ ઓળાવતી વખતે તમે પણ કરો છો આ ભૂલો? તો તેના કારણે પણ વાળ ખરવા લાગશે…

Combing Tips : છોકરીઓ અજાણતા જે ભૂલો કરે છે. તેના કારણે ગાઢ તેમજ લાંબા વાળ હોવા છતાં પણ ઝડપથી ખરવાના શરૂ થઈ જતા હોય છે

હેર ટિપ્સઃ Combing Tips: લાંબા વાળએ છોકરીઓનું ઘરેણું માનવામાં આવે છે. અને લાંબા વાળ દરેક છોકરીનું સપનું હોય છે. મોટા ભાગની છોકરીઓને લાંબા વાળ વધારે પસંદ હોય છે. એટલું જ નહીં, મોટા ભાગના પુરુષોને પણ લાંબા વાળ વાળી છોકરીઓ વધારે પસંદ હોય છે. વાળ લાંબા તો થઈ શકે છે, પરંતુ તે વાળની સંભાળ કેવી રીતે રાખવી કોઈને ખ્યાલ હોતો નથી. અને તેના કારણે માથું ઓળાવતી વખતે ઘણાં વાળ તૂટી જતા હોય છે.

કેટલીક નાની ઉંમરની છોકરીઓ અજાણતા જે ભૂલો કરે છે. તેના કારણે ગાઢ તેમજ લાંબા વાળ હોવા છતાં પણ ઝડપથી ખરવાના શરૂ થઈ જતા હોય છે. આવો જાણીએ વાળની સાથે સંકળાયેલી કેટલીક ભૂલો જે તમે combing (Combing Tips) કરતી વખતે કરો છો.

  • combing કરતી વખતે ક્યારેય ન કરશો આ ભૂલો… સ્કાલ્પના મૂળથી કાંસકો કરવાની શરૂઆત કરો છો તો આ તમારા નબળા અને તૂટતા વાળનું સૌથી મોટું કારણ બની શકે છે. વાળ ખરેખર નીચેના ભાગે વધારે ગૂંચાયેલા હોવાથી પહેલા જે નીચેના વાળ છે તે સારી રીતે સીધા કરો. ત્યાર બાદ જ કાંસકો તમારા સ્કાલ્પ પાસે લઈ જાવ અને માથું ઓળવાનું શરૂ કરો.
  • ભીના વાળમાં કાંસકો ન ફેરવવો… મોટાભાગના લોકો માથું ધોયાના થોડા સમય બાદ ગૂંચ કાઢવાનું શરૂ કરી દે છે, તે તેમની સૌથી મોટી ભૂલ છે. અને જો તમે પણ આ ભૂલ કરતા હોવ તો તરત જ તમારી આ ટેવ સુધારી લો, કારણ કે ભીના વાળમાં કાંસકો ફેરવવાથી નબળા પડે છે અને તૂટવાની શક્યતા વધારે હોય છે. ભીના વાળને હવા, તડકો કે હેર ડ્રાયર વડે સારી સૂકવી દો અને ત્યાર બાદ જ તેમાં કાંસકો (Combing Tips) ફેરવાનું રાખો.
  • ઉતાવળમાં વાળ combing ન કરશો… જો તમે ઝડપથી વાળમાં કાંસકો ફેરવવા લાગશો તો તે ખેંચાય છે અને મૂળમાંથી નબળા પડવા લાગે છે. મૂળમાંથી નબળા પડેલા વાળ તૂટવા લાગે છે. પછી તમારો વાળનો ગ્રોથ ધીમે ધીમે ઘટવા લાગશે. તેથી વાળ શાંતિથી ઓળવા. ક્યારેય ઉતાવળ કરવી નહીં. ખાસ વાત કે જો તમે પ્લાસ્ટિકના કાંસકાનો ઉપયોગ કરતાં હોવ તો તેની જગ્યાએ લાકડાના કાંસકા(Combing Tips)નો ઉપયોગ કરવો. પ્લાસ્ટિકનો કાંસકો વાળને નુકસાન પહોંચાડે છે.
  • હેર પ્રોડક્ટસનો ઉપયોગ આ રીતે કરવો… કોઈ પણ હેર પ્રોડક્ટસ જેમ કે હેર પેક, કંડિશનર, અને સીરમ લગાવ્યા બાદ તેમાં કાંસકો કરવા લાગે છે. મોટા ભાગના લોકોને એવું લાગતું હોય છે કે આ રીતે કરવાથી હેર પ્રોડક્સ સારી રીતે બધે લાગી જાય, પણ એ સૌથી મોટી ભૂલ છે. હકીકત એ છે કે આ પ્રકારની વસ્તુ વાળમાં લગાવ્યા બાદ ભીના થઈ જાય છે અને જ્યારે તમે ભીના વાળમાં કાંસકો કરો છો તે ગૂંચાઈને તૂટવા લાગે છે.
Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Chaturmas: 20મી જુલાઇથી ચતુર્માસનો પ્રારંભ, ચાર મહિના સુધી માંગલિક કાર્યો વર્જિત!