lord vishnu

Chaturmas: 20મી જુલાઇથી ચતુર્માસનો પ્રારંભ, ચાર મહિના સુધી માંગલિક કાર્યો વર્જિત!

Chaturmas: ચાતુર્માસ દરમિયાન ભગવાનના પૂજા-પાઠ, કથા, સાધના, અનુષ્ઠાનથી પોઝિટિવ ઊર્જા મળે છે. ચાતુર્માસમા પૂજા, પાઠ, ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

ધર્મ ડેસ્ક, 19 જુલાઇઃChaturmas: 20 જુલાઈથી આવતા 4 મહિના સુધી માંગલિક કામ થઈ શકશે નહીં. દેવપોઢી એકાદશીથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે. પુરાણો પ્રમાણે આ 4 મહિનાઓમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામા રહે છે. તે પછી કારતક મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે. આ એકાદશીને દેવઊઠી એકાદશી અને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી જ માંગલિક કાર્યો શરૂ થઈ શકે છે.

ચાતુર્માસ(Chaturmas)માં સાધુ, સંત એક સ્થાને રહીને ભગવાનની ઉપસના અને સ્વાધ્યાય કરે છે. ચાતુર્માસ દરમિયાન ભગવાનના પૂજા-પાઠ, કથા, સાધના, અનુષ્ઠાનથી પોઝિટિવ ઊર્જા મળે છે. ચાતુર્માસમા પૂજા, પાઠ, ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

જ્યોતિષ અનુસાર, ચાતુર્માસ(Chaturmas) એટલે 20 જુલાઈથી 15 નવેમ્બર સુધી આ 4 મહિનામાં દેવતાઓ શયન કરે છે. આ કારણે લગ્ન, ઉપનયન, સંસ્કાર, ગૃહ પ્રવેશ, કાન વિંધાવા જેવા માંગલિક કાર્યો થઈ શકતાં નથી. દેવપોઢી એકાદશી પછી 15 નવેમ્બરે દેવ ઊઠી એકાદશી રહેશે અને આ દિવસે લગ્ન મુહૂર્ત શરૂ થશે. દેવપોઢી એકાદશી પહેલાં લગ્નના મુહૂર્ત છે. 18 જુલાઈએ એટલે આજે ભડલી નોમના દિવસે માંગલિક કાર્યો માટે વણજોયું મુહૂર્ત છે. ભડલી નોમના દિવસે લગ્ન થઈ શકે છે. જોકે, થોડા પંચાંગ પ્રમાણે ગ્રહોની સ્થિતિના કારણે 15 જુલાઈએ લગ્નનું છેલ્લું મુહૂર્ત હતું. પરંતુ વિદ્વાનો પ્રમાણે 18 જુલાઈ પછી ચાર મહિના સુધી લગ્નની તૈયારીઓ થશે પરંતુ માંગલિક કાર્યો થઈ શકશે નહીં.

નોંધનીય છે કે, દેવપોઢી એકાદશીથી ભગવાન ચાર મહિના માટે વિશ્રામ કરે છે. આ દરમિયાન ચાર મહિના સુધી માંગલિક કાર્યો વર્જિત છે. જોકે, માંગલિક કાર્યોની તૈયારીઓ અને ખરીદદારી આ દિવસોમાં કરી શકાય છે. સ્કંદ પુરાણમા એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ છે. ભગવાન વિષ્ણુ માટે આ તિથિએ વ્રત કરવામાં આવે છે. એકાદશીએ વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Gujarat ATS: ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવી વેચાણ કરનારા બે ઇસમોની ગુજરાત એટીએસએ કરી ધરપકડ- વાંચો વિગત