eyeliner

Eyeliner make up tips: આઇલાઇનર કરતા પહેલા કરો આ નાનકડું કામ, લાંબો સમય ટકી રહેશે

Eyeliner make up tips: આઇલાઇનર કરતા પહેલા તમે આ વાતોનું ધ્યાન રાખો છો તો તમારો ફેસ મસ્ત લાગે છે અને આઇલાઇનર લાંબો સમય સુધી ટકી પણ રહે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 23 જુલાઈ: Eyeliner make up tips; આઇલાઇનર મેક અપમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આઇલાઇનર બરાબર ના હોય તો તમારો આખો ફેસ બગડી જાય છે. આ માટે આઇલાઇનર બરાબર કરવી એ ખૂબ જરૂરી છે. જો કે આઇલાઇનર કરતી વખતે અનેક લોકોની ફરિયાદ હોય છે કે આઇલાઇનર લાંબો સમય સુધી રહેતી નથી અને પછી ચહેરો ગંદો લાગે છે. આમ, જો તમારી સાથે પણ કંઇક આવું થાય છે તો આ ટિપ્સ ફોલો કરો તમે પણ…

  • જ્યારે પણ તમે આઇલાઇનર કરો ત્યારે ખાસ કરીને પહેલા ચહેરાને ફેશવોશથી ધોઇ લો.
  • ત્યારબાદ ચહેરાને ચોખ્ખા રૂમાલથી લૂંછી લો.
  • ફેશવોશ કરવાથી તમારી સ્કિન ઓઇલ ફ્રી થઇ જાય છે. આ માટે પહેલા ચહેરાને ક્લિન કરવો ખૂબ જરૂરી છે.
  • તમે જ્યારે પણ આઇલાઇનર કરો એ પહેલા પ્રાઇમરનો ઉપયોગ કરો. મેક અપમાં પ્રાઇમર એ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાઇમર લગાવવાથી આઇલાઇનર પણ સારી થાય છે અને સાથે લાંબો સમય સુધી રહે પણ છે. જો તમારી પાસે આઇલાઇનર નથી તો તમે મોઇસ્યુરાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો.
  • ત્યારબાદ તમે ઓઇલ ફ્રી ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. ઓઇલ ફ્રી ફાઉન્ડેશન તમારી આઇલાઇનરને લાંબો સમય સુધી ટકાવી રાખવાનું કામ કરે છે.
  • તમે જ્યારે પણ આઇલાઇનર કરો ત્યારે હંમેશા વોટરપ્રૂફ કરો. વોટરપ્રૂફ આઇલાઇનર તમારા ફેસને ગંદો ઓછો કરે છે. જો તમારી લાઇનર સ્પ્રેડ થાય છે તો તમે ચહેરો ધોઇ પણ શકો છો. ચહેરો ધોવાથી તમારી આઇલાઇનર સરળતાથી રિમૂવ થઇ જાય છે.
  • જો તમે પહેલી વાર આઇલાઇનર કરો છો તો તમે લાઇટ આઇલાઇનર કરો. ડાર્ક અને વધારે આઇલાઇનર પ્રોપર રીતે ના થાય તો તમારો ફેસ ખરાબ લાગે છે અને લોકો તમારી મજાક ઉડાવે છે.
  • આઇલાઇનર લગાવતા પહેલા ટેલ્કમ પાઉડર લગાવો. આમ કરવાથી તમારી આઇલાઇનર સારી થાય છે અને લાંબો સમય સુધી ટકી પણ રહે છે.

આ પણ વાંચો..Gujarat High Court verdict on the fees in private schools: ખાનગી શાળાઓમાં ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો; હવે વિધાર્થીઓની ફી વધારી શકે

Gujarati banner 01