Financial assistance to rain affected people

Financial assistance to rain affected people: નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને, કુલ 33.70 લાખથી પણ વધુની સહાય ચૂકવાઇ

Financial assistance to rain affected people: અંશત: નાશ પામેલ ૧૨૬ કાચા મકાનોના માલિકને રૂ.૪,૨૧,૦૦૦ ની સહાય ચુકવવામાં આવી છે.

ગાંધીનગર, 23 જુલાઇઃ Financial assistance to rain affected people: નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ બાદ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વે ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલી સર્વેની કામગીરી અંતર્ગત તા.૨૧ મી જુલાઈ,૨૦૨૨ સુધી કુલ- ૩૨૧૮ જેટલી વ્યક્તિઓને કેશડોલ્સ પેટે રૂ.૫,૦૪,૬૬૦/- ની સહાયની રકમ ચૂકવવામાં આવી છે. તદ્ઉપરાંત ઘરવખરી સહાય અન્વયે ૪૮૧ વ્યક્તિઓને રૂ.૯,૦૬,૦૦૦ ની સહાય તેમજ ૨૧૩ વ્યક્તિઓને રૂ.૩,૬૭,૭૫૦/- જેટલી કપડા સહાયની રકમ ચૂકવવામાં આવી છે.

તેવી જ રીતે સંપૂર્ણ નાશ પામેલ ૩૦ જેટલા કાચા મકાનોના માલિકને રૂા. ૮,૯૭,૯૫૫/- ની સહાય, અંશત: નાશ પામેલ ૧૨૬ કાચા મકાનોના માલિકને રૂ.૪,૨૧,૦૦૦ ની સહાય ચુકવવામાં આવી છે. તદ્ઉપરાંત પશુ મૃત્યુના કિસ્સામાં કુલ-૧૯ પશુઓ માટે રૂ.૨,૭૩,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે. હજી પણ સહાયથી બાકી રહેલા કિસ્સાઓમાં ઉક્ત સહાય ચૂકવવાની ઝડપભેર કામગીરી જિલ્લામાં જારી રહેલ છે. આમ, નર્મદા જિલ્લામાં તા.૨૧ મી જુલાઇ,૨૦૨૨ સુધીમાં ઉક્ત વિવિધ સહાય પેટે કુલ રૂપિયા.૩૩.૭૦ લાખથી પણ વધુની રકમ ચુકવવામાં આવી હોવાનો અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ SBI launches WhatsApp banking services: બેંક ગ્રાહકોને મળી શાનદાર સુવિધા, હવે વોટ્સએપ પર ઘરે બેઠા પતી જશે કેટલાય કામો

આ પણ વાંચોઃ Shanivar Upay: શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, બની જશે બગડેલા કામ

Gujarati banner 01