High court gujarat

Gujarat High Court verdict on the fees in private schools: ખાનગી શાળાઓમાં ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો; હવે વિધાર્થીઓની ફી વધારી શકે

Gujarat High Court verdict on the fees in private schools: ખાનગી શાળાઓએ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માગી શકે.

અમદાવાદ, 23 જુલાઈ: Gujarat High Court verdict on the fees in private schools: રાજ્યમાં ખાનગી સ્કૂલની ફી વધારા બાબતે આજે ગુજરાત મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે હવે ખાનગી શાળાઓ વિધાર્થીઓની ફી વધારી શકે છે. પરંતુ ખાનગી શાળાઓ અતિશય ફી વસૂલી નહિ શકે. ખાનગી શાળાઓ નફાખોરી નહિ કરી શકે. ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની ફી અંગે કેસ ટુ કેસ નિર્ણય લેવાશે. સ્કૂલોમાં આપવામાં આવતી સુવિધાઓ મામલે ફી વસૂલી શકે છે. ખાનગી શાળાઓ પ્રવેશ ફી, સત્ર ફી અને ટ્યુશન ફી લઈ શકે છે.

હાઈકોર્ટે જણાવ્યું છે કે, શિક્ષકોના પગાર અને ઇન્ક્રીમેન્ટ મુદ્દે FRC તપાસ વિના નિર્ણય નહિ કરે. FRC ખાનગી શાળાની લિઝ અને રેન્ટનો ખર્ચ નકારી નહિ શકે. FRC પૂરતા વેરિફિકેશન વગર ખાનગી શાળાનો ક્લેમ પણ નકારી નહિ શકે.ખાનગી શાળાઓના શિક્ષણ ફી મુદે ગુજરાત હાઇકોર્ટે અવલોકન કરતાં જણાવ્યુ કે ખાનગી શાળાઓ મર્યાદામાં રહીને વિધાર્થીઓની ફી વધારી શકે છે. પરંતુ કોઇ પણ ખાનગી શાળાના સંચાલકો આડેધડ અને મસમોટી ફી વસૂલી શકશે નહીં. શાળાની સુવિધાને અનુરૂપ સ્કૂલ ફીમાં આંશિક વધારો સંચાલકો કરી શકે છે તે અંગેનો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો જાહેર કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદોના મહત્વપૂર્ણ અવલોકનો: -(Gujarat High Court verdict on the fees in private schools)

  • ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહી
  • ખાનગી શાળાઓ અતિશય વધારે ફી વસૂલી શકશે નહીં
  • જોકે ફીરેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફિકેશન વિના ખાનગી શાળાઓના ક્લેમ નકારી શકશે નહીં
  • ફી રેગ્યુલેટરી કમિટી ખાનગી શાળા નું લીઝ અને રેન્ટ નો ખર્ચ નકારી શકે નહીં
  • ફી રેગ્યુલેટરી કમિટી અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેર વ્યાજબી રીતે એ ખર્ચને નકારી શકે નહીં
  • ફી રેગ્યુલેટરી કમિટી પોતાની જાતે કોઈ ખાનગી શાળા ની લીઝ કે રેન્ટની રકમ ઓછી નક્કી કરી શકે નહીં
  • ખાનગી શાળાઓ એડમિશન ફી, સત્ર ફી, કરિક્યુલમ ફી અને ટ્યુશન ફી વસૂલી શકશે
  • ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે
  • ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની કોસ્ટ માટે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે
  • આ માટે કેસ ટુ કેસ ઉપર નિર્ણયો લેવાના રહેશે
  • ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ
  • ખાનગી શાળાઓ રિઝબેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે
  • ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં.
  • ખાનગી શાળાઓએ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માગી શકે.
  • ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે.

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરી કરિક્યુલમ એક્ટિવિટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકે. નોંધનીય છે કે ખાનગી શાળાઓ ની શિક્ષણ ફી મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. શાળાઓ બેફામ ફી વસુલતી હોવાના વાલીઓએ દાવા કર્યા હતા. વધુમાં સ્કૂલ શિક્ષણ સિવાઇની ફી ના વસૂલી શકે તે અંગે વાલીઓ હાઇકોર્ટના શરણે ગયા હતા. આ મામલે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે. જે ખાનગી શાળાઓ માટે રાહતરૂપ ચુકાદો ગણવામાં આવી રહ્યો છે. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..young man was shot dead by the Taliban: તાલિબાનનીઓએ યુવકની ગોળી મારી કરી હત્યા, લાશને બજારમાં લટકાવવામાં આવી

Gujarati banner 01