Yasin Malik sentenced to life imprisonment

yasin malik hunger strike in jailed: ટેરર ફન્ડિંગ કેસમાં જેલમાં બંધ યાસીન મલિકનું નવો ઢોંગ, શરૂ કરી ભૂખ હડતાળ

yasin malik hunger strike in jailed: જેલના અધિકારીઓએ ભૂખ હડતાળની જિદ છોડી દેવા માટે તેને મનાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ અસફળ રહ્યા હતા

નવી દિલ્હી, 23 જુલાઇઃyasin malik hunger strike in jailed: દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઉગ્રવાદી નેતા યાસીન મલિકે શુક્રવાર સવારથી ભૂખ હડતાળ આરંભી છે. જેલ અધિકારીઓના કહેવા પ્રમાણે મલિક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના કેસની યોગ્ય રીતે તપાસ નથી થઈ રહી. જેલના અધિકારીઓએ ભૂખ હડતાળની જિદ છોડી દેવા માટે તેને મનાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ અસફળ રહ્યા હતા. 

આ ગુનાઓમાં સામેલ છે મલિક

એપ્રિલ 2019માં એનઆઈએ દ્વારા જમ્મુ કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ તથા અલગાવવાદી જૂથ સાથે સંકળાયેલા કેસ મુદ્દે મલિકની ધરપકડ કરવામાં આવી હતી. તેના એક વર્ષ બાદ માર્ચ 2020માં મલિક અને તેના 6 સાથીઓ સામે ટાડા, શસ્ત્ર અધિનિયમ 1959 તથા રણબીર પીનલ કોડ અંતર્ગત આરોપો ઘડવામાં આવ્યા. 25 જાન્યુઆરી, 1990ના રોજ રાવલપોરા ખાતે ભારતીય વાયુ સેનાના 40 કર્મચારીઓ પર થયેલા હુમલા મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ Financial assistance to rain affected people: નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને, કુલ 33.70 લાખથી પણ વધુની સહાય ચૂકવાઇ

મલિક વિરૂદ્ધ અનેક કેસ

ગત 25 મેના રોજ દિલ્હીની કોર્ટે ગેરકાયદેસર ગતિવિધિ નિવારણ કાયદાની વિવિધ કલમો અંતર્ગત યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. તેના પહેલા 2017ના વર્ષમાં મલિકને કાશ્મીર ઘાટીમાં આતંકવાદ તથા અલગાવવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે 19 મેના રોજ દિલ્હીની એનઆઈએ કોર્ટે મલિકને ટેરર ફન્ડિંગ મામલે દોષી ઠેરવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, યાસીન મલિક પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો પ્રમુખ છે. તેને ટેરર ફન્ડિંગ સાથે સંકળાયેલા કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રૂબૈયા સઈદનું 1989ના વર્ષમાં અપહરણ થયું હતું. અપહરણ સાથે સંકળાયેલા કેસમાં તેણી તાજેતરમાં જ સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. આ દરમિયાન તેણીએ જેકેએલએફ પ્રમુખ યાસીન મલિક તથા અન્ય 3ને પોતાના અપહરણકર્તા તરીકે ઓળખી બતાવ્યા હતા. 

આ પણ વાંચોઃ SBI launches WhatsApp banking services: બેંક ગ્રાહકોને મળી શાનદાર સુવિધા, હવે વોટ્સએપ પર ઘરે બેઠા પતી જશે કેટલાય કામો

Gujarati banner 01