Approves 2 covid-19 vaccine: ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ- વાંચો વિગત

Approves 2 covid-19 vaccine: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, જે નવી વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવોવેક્સ અને કોર્બેવેક્સનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, 29 ડિસેમ્બરઃApproves 2 covid-19 vaccine: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ દવાને મંજૂરી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, જે નવી વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવોવેક્સ અને કોર્બેવેક્સનો સમાવેશ થાય છે.જ્યારે એન્ટરી વાયરલ દવા મોલનુપિરવીરને પણ ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે, કોર્બેવેક્સ ભારતમાં બનેલી પહેલી આરબીડી પ્રોટિન સબ યુનિટ વેક્સીન છે.તેને હૈદ્રાબાદની કંપની બાયોલોજિકલ-ઈ દ્વારા બનાવવામાં આવી છે.જ્યારે નેનોપાર્ટિકલ ટેકનોલોજી પર આધારિત કોવોવેક્સનુ નિર્માણ પુણેની સિરમ ઈન્સ્ટિટ્યુટમાં થશે.

આ પણ વાંચોઃ PM visit to UAE kuwait postponed: જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીની UAE-કુવૈતની પ્રવાસે જવાના હતા, આ યાત્રા પર લાગ્યું ઓમિક્રોનનું ‘ગ્રહણ’

આ સાથે જ હવે ભારતમાં કોરોનાની પાંચ રસી ઉપલબ્ધ થશે.કોવેક્સિન, કોવિશિલ્ડ અને રશિયાનુ સ્પુતનિક વી રસીને પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી છે અને લોકોને આ રસી આપવામાં આવી રહી છે.

હવે એક સાથે બે વેક્સીનને મંજૂરીની એક જ દિવસમાં જાહેરાત કરવામાં આવી છે અને તેને જોતા લાગી રહ્યુ છે કે, સરકાર બજારમાં કોરોના રસીના શક્ય હોય તેટલા વધારે વિકલ્પ મુકવા માંગે છે.

Whatsapp Join Banner Guj