PM Modi inaugurates oxygen plant

PM visit to UAE kuwait postponed: જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીની UAE-કુવૈતની પ્રવાસે જવાના હતા, આ યાત્રા પર લાગ્યું ઓમિક્રોનનું ‘ગ્રહણ’

PM visit to UAE kuwait postponed: સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા કેસોની સંખ્યાના કારણે આ પ્રવાસને રિશેડ્યૂલ કરવો પડશે અને શક્ય છે કે, ફેબ્રુઆરીમાં ખાડી દેશોની આ યાત્રાનું આયોજન કરવામાં આવે.

નવી દિલ્હી, 29 ડિસેમ્બરઃ PM visit to UAE kuwait postponed: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને વધતી ચિંતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (UAE) અને કુવૈત (Kuwait)ની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પીએમ મોદીનો ખાડીના આ બે દેશોનો પ્રવાસ આગામી 6 જાન્યુઆરીએ યોજાવાનો હતો. સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા કેસોની સંખ્યાના કારણે આ પ્રવાસને રિશેડ્યૂલ કરવો પડશે અને શક્ય છે કે, ફેબ્રુઆરીમાં ખાડી દેશોની આ યાત્રાનું આયોજન કરવામાં આવે.

કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ તેનાથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અમેરિકામાં હવે ઓમિક્રોન વેરિએન્ટે ડેલ્ટા વેરિએન્ટની જગ્યા લઈ લીધી છે અને દેશમાં 58% કેસોની પાછળ આ જ વેરિએન્ટનો હાથ છે. બીજી તરફ બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના ઝડપથી ફેલાવાને કારણે કોવિડ-19ના કેસો દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. ભારતમાં હજુ સ્થિતિ કાબૂમાં છે. અત્યાર સુધીમાં દેશમાં 800ની નજીક ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે. આ નવા વેરિએન્ટની ઓળખ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Film Atrangi Re into trouble: અક્ષય-સારા-ધનુષની ફિલ્મ અતરંગી રે…વિવાદમાં, આ લાગ્યો આરોપ- વાંચો શું છે મામલો?

UAEમાં સોમવારે 1,732 નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે. અબુ ધાબી (Abu Dhabi)એ દેશમાં કોરોના વાયરસના ઝડપથી ફેલાવા બાદ મુસાફરો માટે નિયમો આકરા કરી દીધા છે. અબુ ધાબીની ઈમરજન્સી, ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટાર કમિટિના અનુસાર વેક્સિન લગાવેલી હોય તેવા લોકોને પોતાના મોબાઈલ ફોનમાં હેલ્થ એપ પર ગ્રીન સ્ટેટસની જરૂર પડશે જ્યારે જે લોકોએ વેક્સિન નથી લગાવી તેમને 30 ડિસેમ્બરથી UAEમાં પ્રવેશ કરવા માટે નેગેટિવ પીસીઆર ટેસ્ટની જરૂર પડશે. અત્યાર સુધીમાં UAEમાં 7.5 લાખ કોરોનાના કેસ સામે આવ્યા છે અને 2,160 લોકોના મૃત્યુ થયા છે.

Whatsapp Join Banner Guj