0f4067eb 8e0c 4aa6 be97 33d7ed472cc9

Breaking News: ગુજરાત હાઇકોર્ટનો રાજ્યને કડક નિર્દેશ, કહ્યું- રાજ્યમાં લોકડાઉનની જરુર, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હાઇ પાવર કમિટીની બેઠક યોજાઇ

Breaking News

અમદાવાદ, 06 એપ્રિલઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે તાજેતર(Breaking News)માં ગુજરાત હાઇકોર્ટે રાજ્યને લોકડાઉન કરવાનું કહ્યું છે. હાઇકોર્ટનું કહેવું છે કે પરિસ્થિતિ વધુ વકરી રહ્યાં છે, જેથી રાજ્યમાં 3થી 4 દિવસનું લોકડાઉન કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી રહ્યો નથી.

Whatsapp Join Banner Guj

ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવે તેવા ભણકારા વાગી રહ્યા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે. 

ADVT Dental Titanium

તો બીજી તરફ, રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વારા નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના ચુકાદા અંગે નિર્ણય કરાશે. 

આ પણ વાંચો,….

અનિલ દેશમુખના રાજીનામા(Resignation) બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન, કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ