canada citizenship

Canada Immigration: કેનેડા જવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર, ઈમિગ્રેશન વિભાગે આપી આ ખાસ સુચના

Canada Immigration: IRCCએ 27 જુલાઈના રોજ એક યાદીમાં જણાવ્યું હતું કે તેના 29 જુલાઈના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં 1,750 ઉમેદવારને આમંત્રણ પાઠવવામાં આવ્યું

નવી દિલ્લી, 01 ઓગષ્ટઃ Canada Immigration: ઘણાં લોકો નોકરી-ધંધા માટે સારી એવી કમાણી કરવા માટે કેનેડા જવાનું પસંદ કરતા હોય છે. કારણકે, કેનેડા એક ખુબ ખુશ મિઝાઝ અને શાંતિપ્રિય દેશ છે. જ્યાં દુનિયાભરથી લોકો આવીને રહે છે. અને રોજગાર ધંધો કરતા હોય છે. જોકે, કેનેડા જવા માટે કેટલાંક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. મલ્ટીપલ સ્કિલ ધરાવતા લોકોને કેનેડા જવા માટે વધારે સરળતા રહે છે. જે અંતર્ગત કેનેડાના ઈમિગ્રેશન વિભાગે એક ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

IRCCએ 27 જુલાઈના રોજ એક યાદીમાં જણાવ્યું હતું કે તેના 29 જુલાઈના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં 1,750 ઉમેદવારને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ માટે લઘુત્તમ સ્કોર એટલે કે કટ ઓફ 542 પોઇન્ટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

કેનેડાના ઈમિગ્રેશન વિભાગે જાણાવ્યું હતુંકે, CEC અને પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP)ના યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઉપરાંત FSWP માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવા આવી હતી.​​​​​​​ ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ (FSTP)માટે શા માટે IRCC કોઈ ઉમેદવારો જાહેર કરતું નથી તે અંગે લોકો અવાર-નવાર જાણકારી મેળવવા માગતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે ઉમેદવારો એક કરતાં વધારે પ્રોગ્રામ માટે યોગ્યતા ધરાવે છે તેમને IRCC દ્વારા CEC આમંત્રણ પાઠવવામાં અગ્રિમતા આપે છે.

આ પણ વાંચોઃ Ground nuut Oil Price hike: પહેલી તારીખે સિંગતેલના ભાવમાં થયો વધારો, વાંચો નવો ભાવ

કેનેડાના ફેડરલ ઈમિગ્રેશન વિભાગે તાજેતરમાં જ બે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં આમંત્રિત કરાયેલા ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP)અને કેનેડિયન એક્સપિરીયન્સ ક્લાસ (CEC)ઉમેદવારોને લગતી પ્રાથમિક માહિતી જાહેર કરી છે. ઈમિગ્રેશન, રેફ્યુઝી, અને સિટીઝનશીપ કેનેડા (IRCC)એ છેલ્લા 18 મહિમાં તેના સૌ પ્રથમ ઓલ-પ્રોગ્રામ ડ્રોનું ગત 6ઠ્ઠી જુલાઈના રોજ આયોજન કર્યું હતું. આ ડ્રો અંતર્ગત કેનેડિયન ઈમિગ્રેશન માટે 1,500 ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી હતી. ઉમેદવારોએ આ આમંત્રણ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા 557 પોઇન્ટનો સ્કોર હોવો જરૂરી બને છે.

FSWP અને CEC બન્ને માટે ઉમેદવારો લાયકાત ધરાવે છે ત્યારે IRCC તેમને આમંત્રણ આપે છે, અથવા તો તેઓ FSTP સહિત તમામ ત્રણ પ્રોગ્રામ્સ માટે તેઓ યોગ્યતા ધરાવે છે. આ નિર્ણય લેવા પાછળનું કારણ ટાંકી IRCCએ કહ્યું કે CEC ઉમેદવારોએ ઈમિગ્રેશન માટે અરજી કરવા ભંડોળને લગતા કોઈ પૂરાવાની જરૂર નથી, જ્યારે FSWP અને FSTP ઉમેદવારો કેનેડાની જોબ વગર ઓફર કરી શકે છે.એવા ઉમેદવારો કે જે CEC મારફતે બન્ને માટે અરજી કરવાની યોગ્યતા ધરાવે છે તે બાબત વધારે ઈચ્છનિય છે.

IRCCએ એમ પણ જણાવ્યું હતું કે જો લાયકાત ધરાવતા હોવાના સંજોગોમાં અન્ય પ્રોગ્રામ્સ માટે પણ FSTP ઉમેદવારો રહેશે. અલબત તેમનો સ્કોર્સ કેનેડિયન ઈમિગ્રેશન માટે અરજી કરવા જેટલો ઉંચો ન હતો. IRCCના વર્તમાન બહુ-વર્ષિય ઈમિગ્રેશન લેવલ પ્લાન પ્રમાણે તે પોતાના 2023ના ઈમિગ્રેશનને લગતા લક્ષ્યાંકોને પૂરા કરવા તમામ પ્રોગ્રામ્સમાંથી ઉમેદવારોને આમંત્રણ આપવાનું જાળવી રાખશે. તેમના આમંત્રણનો પ્રતિભાવ આપનાર 80 ટકા ઉમેદવારો છ મહિનામાં નિર્ણયલો લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ First Indian dies of monkey pox: દેશમાં મંકીપોક્સના કારણે 22 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો, રાજ્ય સ્વાસ્થ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા

Gujarati banner 01