Sanjay raut 600x337 1

ED arrest Sanjay Raut: EDએ મધરાતે શિવસેનાના નેતા સંજય રાઉતની કરી ધરપકડ, આજે PMLA કોર્ટમાં કરાશે રજૂ

ED arrest Sanjay Raut: મુંબઈ બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી

મુંબઇ, 01 ઓગષ્ટઃ ED arrest Sanjay Raut: ઈડીએ એક ચાલના પુર્નવિકાસમાં કથિત ગડબડીઓ સંલગ્ન મની લોન્ડરિંગના એક કેસમાં આખરે શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાઉત (60)ને દક્ષિણ મુંબઈ બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી.

અધિકારીઓએ દાવો કર્યો કે રાઉતને PMLA હેઠળ રવિવારે મોડી રાતે 12.05 વાગ્યે અટકાયતમાં લેવાયા. કારણ કે તેઓ તપાસમા સહયોગ નહતા કરતા. શિવસેનાના રાજ્યસભા સભ્ય રાઉતને આજે મુંબઈની એક વિશેષ PMLA કોર્ટમાં હાજર કરાશે. અહીં ઈડી તેમની કસ્ટડીની પણ માંગણી કરશે. 

તપાસ એજન્સીની એક ટુકડી રવિવારે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રાઉતના ઘરે પહોંચી જ્યાં તેમણે સર્ચ અભિયાન ચલાવ્યું, રાઉતની પૂછપરછ કરી અને સાંજ સુધીમાં તેમને એજન્સીના સ્થાનિક  કાર્યાલયમાં પૂછપરછ માટે હાજર થવાનું સમન પાઠવ્યું. 

આ પણ વાંચોઃ Canada Immigration: કેનેડા જવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર, ઈમિગ્રેશન વિભાગે આપી આ ખાસ સુચના

સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે એક ખાનગી સમાચાર ચેનલને ફોન પર જણાવ્યું કે તેઓ ઈડીને પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે અને શિવસેનાને ખમત કરવા માટે સુનિયોજિત રાજકીય ષડયંત્ર આગળ તેઓ ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે ‘હું ડરેલો નથી…કાયદાને અસહયોગ કરવાનો સવાલ જ નથી, હું શિવસેના માટે પોતાની જાતને કુરબાન કરવા તૈયાર છું. ઈડીની ટીમ કોઈ પણ નોટિસ વગર સવાર સવારમાં આવી ગઈ, આ તથાકથિત કેસમાં મારી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી.’

સંજય રાઉતે ફરીથી દોહરાવ્યું કે મહાવિકાસ આઘાડીની સરકાર (જે 29 જૂને પડી ગઈ)ને પાડવામાં મદદ કરવા માટે તેમના પર ભૂતકાળમાં દબાણ નાખવામાં આવી રહ્યું હતું અને તેમણે પોતાના વિરુદ્ધ ઈડીના આરોપને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ કોઈની સામે ઝૂકશે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખશે. 

આ અગાઉ ઈડીએ કાર્યવાહી કરતા રવિવારે સવારે રાઉતના ભાંડુપ આવાસ, મૈત્રી પર રેડ પાડી અને 9 કલાકથી વધુ સમય સુધી સર્ચ અભિયાન ચાલ્યું. રાઉતને બે સમન મોકલ્યા બાદ ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી. રાઉતે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો કારણ કે તેઓ સંસદ સંલગ્ન કાર્યોમાં વ્યસ્ત હતા. ઈડીનું આ પગલું શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીના એક દિવસ પહેલા લેવાયું છે.

આ પણ વાંચોઃ Ground nuut Oil Price hike: પહેલી તારીખે સિંગતેલના ભાવમાં થયો વધારો, વાંચો નવો ભાવ

Gujarati banner 01