Edible oil image

Ground nuut Oil Price hike: પહેલી તારીખે સિંગતેલના ભાવમાં થયો વધારો, વાંચો નવો ભાવ

Ground nuut Oil Price hike: નવા ભાવ મુજબ, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2800ને પાર પહોંચ્યો

રાજકોટ, 01 ઓગષ્ટઃGround nuut Oil Price hike: મહિનાના પહેલા જ દિવસ ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. હજી તો એકાઉન્ટમાં માંડ પગાર પડ્યો છે, ત્યાં હવે ખાદ્ય તેલના વધુ રૂપિયા ચૂકવવા પડશે તે જાણીને ગૃહિણીઓ ચિંતામાં મૂકાઈ છે. પહેલી જ તારીખે ઘરનુ બજેટ બનાવવાના દિવસે તેમનુ બજેટ ખોરવાશે. સિંગતેલ, પામોલીન તેલના ભાવ વધારાયા છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું. સિંગતેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલમાં ભાવમાં રૂપિયા 5 થી 10 સુધીનો વધારો થયો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2800ને પાર પહોંચ્યો છે. તો પામોલીન તેલના ભાવમાં એક મહિનામાં રૂ.100 નો વધારો થયો છે.

આ પણ વાંચોઃ First Indian dies of monkey pox: દેશમાં મંકીપોક્સના કારણે 22 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો, રાજ્ય સ્વાસ્થ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા

તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. 

મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. 

આ પણ વાંચોઃ ED 11.50 lakhs seized from Sanjay house: સંજય રાઉતના ઘરેથી EDએ જપ્ત કર્યા 11.50 લાખ રૂપિયા, પુછપરછ અને તપાસ ચાલુ

Gujarati banner 01