flight

Canada lifts ban: સ્ટુડન્ટસ માટે આવ્યા રાહતના સમાચાર- ભારતથી આવતી ફ્લાઈટ્સ પરનો બેન કેનેડાએ હટાવ્યો, વાંચો વિગત

Canada lifts ban: કોરોનાના કારણે કેનેડા સરકારે આ પ્રતિબંધ કેટલાક સમયથી લગાવ્યો હતો.જેને આજે સરકારે હટાવી લેવાનો નિર્ણય લીધો છે.હવે ભારતથી કેનેડા ટ્રાવેલ કરી શકાશે

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બરઃ Canada lifts ban: કેનેડા સરકારે એક મોટો નિર્ણય લઈને ભારતથી આવતી પેસેન્જર ફ્લાઈટસ પરનો બેન હટાવી દીધો છે.જેનાથી કેનેડા જવા માંગતા ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને હાશકારો થશે.

કોરોનાના કારણે કેનેડા સરકારે આ પ્રતિબંધ કેટલાક સમયથી લગાવ્યો હતો.જેને આજે સરકારે હટાવી લેવાનો નિર્ણય લીધો છે.હવે ભારતથી કેનેડા ટ્રાવેલ કરી શકાશે.જોકે આ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે.જેમાં નેગેટિવ કોરોના રિપોર્ટનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે કેનેડાની એરલાઈન એર કેનેડા પણ કાલથી પોતાની ભારતની ભ્લાઈટ ફરી શરુ કરી શકે છે.જ્યારે એર ઈન્ડિયાએ કેનેડા માટેની ફ્લાઈટ 30 સ્પ્ટેમ્બરથી શરુ કરે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ Commerce admission: ગુજરાત યુનિવર્સિટી કોમર્સ પ્રવેશ પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે, આ તારીખ સુધીમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરી લેવાનો રહેશે

કેનેડાએ બેન હટાવતા પહેલા  ત્રણ પેસેન્જર ફ્લાઈટમાં ભારતથી આવેલા યાત્રિકોનો ટેસ્ટ કર્યો હતો અને તેના પરિણામ સંતોષકાર મળ્યા હતા.

જે ગાઈલાઈન નક્કી કરાઈ છે તે પ્રમાણે મુસાફરો વિમાનમાં બેસશે તે પહેલા એર ઓપરેટર્સ પેસેન્જર્સના રિપોર્ટની તપાસ કરશે અને પછી જ બેસવા દેશે.વેકસીનના બે ડોઝ લઈ ચુકેલા મુસાફરોએ તેની જાણકારી એરાઈવ કેનેડા નામની મોબાઈલ એપ પર અપલોડ કરવાની રહેશે.આ જાણકારી અપલોડ થયા બાદ જ મુસાફરી કરવા દેવાશે.

Whatsapp Join Banner Guj