Rakul preet

Rakul preet singh plastic surgery: રકુલ પ્રીત સિંહે કરાવી પ્લાસ્ટિક સર્જરી, હવે સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ- જુઓ ફોટો

Rakul preet singh plastic surgery: આ ફોટોને એક જ સમયમાં 4 લાખ કરતા પણ વધુ લોકોએ લાઈક કર્યો છે પરંતુ, કોમેન્ટ વાંચ્યા બાદ તમને લાગશે કે, આ ફોટોને નાપસંદ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી

બોલિવુડ ડેસ્ક, 26 સપ્ટેમ્બરઃRakul preet singh plastic surgery: રકુલ પ્રીત સિંહ બોલિવુડ ફિલ્મજગતની એ અભિનેત્રીઓમાંની એક છે જેમના ચહેરાથી ભારતીય સંસ્કૃતિ છલકાઈ આવે છે. લોકોને રકુલ દરેક લૂકમાં ખુબ જ ગમે છે અને તેની પાછળનું કારણ છે રકૂલનો આ ચહેરો છે. તેણે પોતાની શરૂઆતની કારકિર્દીમાં જ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

સોશિયલ મીડિયા પર પણ તેમની દરેક પોસ્ટને લાખો લાઈક્સ મળે છે પરંતુ, હાલ લોકો રકૂલના એક નિર્ણય(Rakul preet singh plastic surgery)થી ખુબ જ નારાજ થયા છે અને તેમણે તેમની નારાજગી સોશિયલ મીડિયામા પણ દર્શાવી છે. ચાલો જાણીએ શું છે આખી ઘટના?

હાલ રકુલ પ્રીત સિંહે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોને એક જ સમયમાં 4 લાખ કરતા પણ વધુ લોકોએ લાઈક કર્યો છે પરંતુ, કોમેન્ટ વાંચ્યા બાદ તમને લાગશે કે, આ ફોટોને નાપસંદ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ખરેખર, આ ફોટોમા રકુલનો ચહેરાનો દેખાવ સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળી રહ્યો છે. તેના ચહેરામા અમુક ફેરફાર જોવા મળ્યા છે. આ ફોટોમાં તેનું નાક પાતળું અને ગાલ અંદરની તરફ ખુંપેલા લાગતા હતા. આ ફેરફાર જોઈને લોકોને શંકા જઈ રહી છે કે, તેણે પ્લાસ્ટિક સર્જરી(Rakul preet singh plastic surgery) કરાવી છે

આ પણ વાંચોઃ Canada lifts ban: સ્ટુડન્ટસ માટે આવ્યા રાહતના સમાચાર- ભારતથી આવતી ફ્લાઈટ્સ પરનો બેન કેનેડાએ હટાવ્યો, વાંચો વિગત

આ ફોટો શેર કરતાની સાથે રકુલે કેપ્શનમાં લખ્યું છે, ‘ઓન ડિમાન્ડ પોસ્ટ’. આ સાથે તેણે પાછળ હસતા ઇમોટિકોન્સ બનાવ્યા છે પરંતુ, આ પોસ્ટ જોયા બાદ લોકોએ આ અભિનેત્રીને ખુબ જ ટ્રોલ કરી છે. આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું છે, ‘આ કોણ છે?’ બીજી બાજુ બીજા એકે યુઝરે લખ્યું, ‘આ શું આમણે પણ પ્લાસ્ટીક સર્જરી કરાવી લીધી યાર, બોલિવૂડના આ લોકોને થયું શું છે? સારો એવો ચહેરો બગાડી નાખ્યો.

Whatsapp Join Banner Guj