Accidnet

Compensation of rs 2 lakh on death in road accident: માર્ગ અકસ્માતમાં મોત પર પરિવારને મળશે 2 લાખનું વળતર, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય- વાંચો વિગત

Compensation of rs 2 lakh on death in road accident: સરકારે કહ્યું કે 1 એપ્રિલથી વળતરમાં 8 ગણો વધારો કરવામાં આવશે

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: Compensation of rs 2 lakh on death in road accident: દેશમાં રોજબરોજ રોડ અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. કેન્દ્ર સરકારે હવે આવા અકસ્માતો માટે મોટું પગલું ભર્યું છે. આવા ‘હિટ એન્ડ રન’ કેસમાં, સરકારે પીડિતાના મૃત્યુના કિસ્સામાં તેના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકાર 1 એપ્રિલથી આ વળતર વધારશે. સરકારે કહ્યું કે 1 એપ્રિલથી વળતરમાં 8 ગણો વધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કે 1 એપ્રિલથી રોડ અકસ્માતમાં પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પર તેમના પરિવારના સભ્યોને બે લાખ રૂપિયા આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. આ મુજબ, આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને આપવામાં આવનાર વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Grishma case update: ગ્રીષ્મા હત્યા કેસ મામલે મોટા સમાચાર! ડે ટુ ડે સુનાવણી શરૂ, આજે આ લોકોના લેવાશે નિવેદન- વાંચો વિગત

Gujarati banner 01