Amul raises milk prices: ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, અમૂલ દૂધના ભાવમાં આટલા રુપિયાનો વધારો- વાંચો વિગત

Amul raises milk prices: ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂ. 30 રહેશે , અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂ .24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 રહેશે

આણંદ, 28 ફેબ્રુઆરીઃAmul raises milk prices: અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં લીટર દીઠ રૂા. ૨નો વધારો તારીખ : ૨૮-૦૨-૨૦૨૨ ગુજરાત કો – ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ( જીસીએમએમએફ ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા .૨ નો વધારો તારીખ ૧ માર્ચ , ૨૦૨૨ થી અમલમાં મૂકવાનું નકકી કરેલ છે. 

ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂ. 30 રહેશે , અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂ .24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 રહેશે. પ્રતિ લીટર રૂા .2નો થયેલ વધારો તે મહત્તમ છુટક વેચાણ ( એમઆરપી ) માં 4% જેટલો વધારો સચૂવે છે જે સરેરાશ ખાદ્યાન્ન ફૂગાવા કરતા ઘણો ઓછો છે.

content image cfc895c5 838d 4cc7 abe6 57c85caa7516

નોંધનીય છે કે, છેલ્લા 2 વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક 4% નો જ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે.

ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા જીસીએમએમએફ સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂા. 35થી રૂ. 40નો વધારો કરવામાં આવ્યો છે જે પાછલા વર્ષ કરતા 5% વધારે છે. અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો દ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે.

આ પણ વાંચોઃ Compensation of rs 2 lakh on death in road accident: માર્ગ અકસ્માતમાં મોત પર પરિવારને મળશે 2 લાખનું વળતર, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય- વાંચો વિગત

Gujarati banner 01