Grishma murder case

Grishma case update: ગ્રીષ્મા હત્યા કેસ મામલે મોટા સમાચાર! ડે ટુ ડે સુનાવણી શરૂ, આજે આ લોકોના લેવાશે નિવેદન- વાંચો વિગત

Grishma case update: પીએમ કરનાર ડૉક્ટરનું પણ નિવેદન લેવાશે

સુરત, 28 ફેબ્રુઆરીઃ Grishma case update: સુરતમાં ગ્રીષ્માની હત્યાને લઈને આજે પણ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ લોકો હવે એવી માગ કરી રહ્યા છે કે ગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે ત્યારે આ મુદ્દે આજે લોકો એવી માગ કરી રહ્યા છે કે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે. ત્યારે આજથી આ કેસની સુનાવણી કરવામાં આવશે.

પોલીસે ઝડપી ચાર્જશીટ દાખલ કરી 

આજથી સુરતની સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં સરકાર દ્વારા પણ ગ્રીષ્માના પરિવારને કહેવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવશે. જે રીતે હત્યારા ફેનીલે જાહેરમાં ગ્રીષ્મની હત્યા કરી હતી તેને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ બને તેટલું ઝડપી ચાર્જશીટ દાખલ કરી હતી. 

આ પણ વાંચોઃ ukraine vs turkish drones: તુર્કીના ડ્રોનથી તબાહી મચાવી રહ્યું છે યુક્રેન, રશિયાની આર્મીના બે કાફલાને કઈ રીતે ઉડાવ્યો જુઓ તેનો વીડિયો

પીએમ કરનાર તબીબની જુબાની લેવાશે 

આપને જણાવી દઈએ કે આજે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમા સૌથી પહેલા આજે ગ્રીષ્માના મૃતદેહનું પીએમ કરનાર ડૉક્ટરની જુબાની લેવામાં આવ,શે. તેમજ આ ઘટનામાં ઘાયલ થનારા ગ્રીષ્માના ફુઆ તેમજ તેના ભાઈનું પણ નીવેદન લેવામાં આવશે. કારણકે આ ત્રણેયના નિવેદનો આ કેસમાં ઘણા અગત્યના માનવામાં આવી રહ્યા છે. 

હત્યારાને કોર્ટમાં રજૂ કરાયો 

ઉલ્લેખનીય છે કે આજે ગ્રીષ્મના હત્યારા ફેનીલને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગ્રીષ્માનો પરિવાર પહેલાથી આરોપીને ફાંસીની સજા મળે તેવી માગ કરી રહ્યો છે. બીજી તરફ લોકોમાં પણ આ ઘટનાને લઈને રોષનો માહોલ ફેલાયો છે. ત્યારે આજે કોર્ટ દ્વારા ગ્રીષ્માના ભાઈ તેના ફુઆ અને પીએમ કરનાર ડૉક્ટરનું નિવેદન લેવામાં આવશે.

Gujarati banner 01