rain

Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘમહેર યથાવત, બે જિલ્લામાં રેડ એલર્ટ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

google news png

અમદાવાદ, 24 જૂનઃ Gujarat Rain Alert: ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, સોમવારે પણ મેઘરાજાની મહેરબાની રાજ્યભરમાં જોવા મળી હતી. ગઈકાલે સવારના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 24 કલાકમાં સુરતમાં 13 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિત જોવા મળી હતી.

દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે તાપી જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આજે બપોરે 1 વાગ્યા સુધી સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

સોમવારે (23 જૂન) 24 કલાકમાં સુરતમાં 13 ઈંચથી વધુ વરસાદ પડતા સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેને લઇને વહેલી સવારે નોકરી-ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, સોમવારે (23 જૂન) સુરતમાં અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. સુરત જિલ્લામાં સાડા નવ ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. રસ્તા ઉપર પણ ભારી ભરાઈ જવાના કારણે અનેક વાહનો બંધ થઈ ગયા હતા. આ સિવાય કામરેજમાં પણ સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

જ્યારે અમરેલીની શેત્રુંજી-સાતલડી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલના વરસાદને લઈને દક્ષિણ ગુજરાતનું તાપી અને સુરત હજુય જળમગ્ન સ્થિતિમાં છે. તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે તાપી જિલ્લાની સ્થાનિક નદીઓ બે કાંઠે થઈ છે. આ સિવાય તમામ ધોધ પણ વહેતા થયા છે.

અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા

અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

BJ ADVT

હવામાન વિભાગે મંગળવારે (24 જૂન) બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક એટલે કે બપોરે 1 વાગ્યા સુઘી દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદ વરસશે. 1 વાગ્યા સુધી ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે.

27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો