Samantha Good News

Samantha Ruth Prabhu became ill: સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથપ્રભુ થઇ આ ગંભીર બીમારીનો શિકાર, શૂટિંગ છોડી સારવાર માટે વિદેશ રવાના થઇ

Samantha Ruth Prabhu became ill: અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ‘પોલિમોર્ફ લાઇટ ઇરપ્શન’ નામની ત્વચાની બિમારી સામે લડી રહી છે, જે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી થાય છે

મનોરંજન ડેસ્ક,21 સપ્ટેમ્બરઃ Samantha Ruth Prabhu became ill: પુષ્પામાં આઈટમ ડાન્સ ‘ઓ અંતવા માવા’થી ફેમસ થયેલી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને કોઈ ઓળખ ની જરૂર નથી. તે જ સમયે, સામંથાના હિન્દી ભાષી ચાહકો તેના બોલિવૂડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સામંથા આયુષ્માન ખુરાનાસાથે જોવા મળવાની છે. બોલિવૂડમાં લીડ હિરોઈન તરીકે સામંથાની આ પહેલી હિન્દી ફિલ્મ હશે. હવે, સામંથાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે. જેના કારણે તેણે પોતાની ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. આ કારણે સામંથા રૂથ પ્રભુ જાહેરમાં આવવાનું પણ ટાળી રહી છે. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ‘પોલિમોર્ફ લાઇટ ઇરપ્શન’ નામની ત્વચાની બિમારી સામે લડી રહી છે, જે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી થાય છે.

આ પણ વાંચોઃ Gujctoc Law: સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારનો મકકમ નિર્ધાર, જાણો શું કહ્યું રાજ્ય ગૃહમંત્રીએ?

સામંથા હાલમાં કામમાંથી બ્રેક લઈને જાહેરમાં જોવા અને શૂટિંગથી દૂર છે.એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, સામંથા આ રોગની સારવાર માટે યુએસએ(USA) રવાના થઈ ગઈ છે. તેની તબિયતના કારણે સામંથાએ ‘ખુશી’ ફિલ્મના આગામી શેડ્યૂલનું શૂટિંગ પણ મોકૂફ રાખ્યું છે. આ ફિલ્મમાં તે વિજય દેવરાકોંડાની સામે જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સામંથા છેલ્લે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં જોવા મળી હતી. આ દરમિયાન તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. સામંથાએ 31 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો હતો. ત્યારથી એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તે સોશિયલ મીડિયાથી દૂર છે. સામંથાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ‘ખુશી’ અને ‘યશોદા’ સિવાય, તેણી પાસે ‘શાકુંતલમ’ અને ‘સિટાડેલ’નું હિન્દી રૂપાંતરણ જેવા પ્રોજેક્ટ્સની લાઇન-અપ છે.

આ પણ વાંચોઃ This train passing through Ahmedabad is cancelled: બિલાસપુર મંડળ પર ઇન્ટરલોકિંગના કાર્યને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

Gujarati banner 01