coronavirus testing

RT PCR Report Compulsory in gujarat: રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, ગુજરાતમાં એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ રિપોર્ટ બતાવવો પડશે

RT PCR Report Compulsory in gujarat: યુરોપ, યુકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોતસવાના, ચાઈનાથી આવતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ કરાશે. મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાવે અને હોંગકોંગથી આવતા મુસાફરોના પણ એરપોર્ટ rtpcr પર કરાશે

ગાંધીનગર, 27 નવેમ્બરઃ RT PCR Report Compulsory in gujarat: ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે 11 દેશોમાં ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ દેશથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે.

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરીએન્ટ મળ્યા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. યુરોપ, યુકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોતસવાના, ચાઈનાથી આવતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ કરાશે. મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાવે અને હોંગકોંગથી આવતા મુસાફરોના પણ એરપોર્ટ rtpcr પર કરાશે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને ‘ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ’ ગણાવ્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને પણ ‘ખૂબ જ ઝડપથી ફેલાતા ચિંતાજનક વેરિઅન્ટ’ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું, જે વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર બન્યા હતા. તે પ્રથમ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે અને લોકોને ઝડપથી બીમાર બનાવે છે. નવા વેરિઅન્ટ ‘Omricron’ વિશે પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે

આ પણ વાંચોઃ New Variant: કોરોનાનાં નવાં વેરિએન્ટથી આખી દુનિયામાં ચિંતા, શું ભારતમાં છે નવો વેરિએન્ટ B.1.1.529? વાંચો WHOએ શું કહ્યું આ વિશે

Whatsapp Join Banner Guj