coronavirus testing

Third Wave: સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે કોરોનાની ભયંકર લહેર, દરરોજ નોંધાશે 4 લાખથી વધુ કેસ: નીતિ આયોગની ધારણા

Third Wave: નીતિ આયોગના સભ્ય વીકે પોલે ગયા મહિને કોરોના સંક્રમણનો સામનો કરવા માટે સરકારને કેટલાક સૂચનો આપ્યા

નવી દિલ્હી, 23 ઓગષ્ટઃ Third Wave: કોરોના વાઇરસ સંક્રમણની બીજી લહેરને કારણે દેશ અને વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા હતા. ભારતમાં પણ બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. હવે કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે.

આ દરમિયાન નીતિ આયોગના સભ્ય વીકે પોલે ગયા મહિને કોરોના(Third Wave) સંક્રમણનો સામનો કરવા માટે સરકારને કેટલાક સૂચનો આપ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યની ચિંતા કરી દર 100 કોરોના વાઇરસ સંક્રમિત કેસોમાંથી 23 કેસમાં હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડશે

એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ મુજબ નીતિ આયોગે સપ્ટેમ્બર 2020માં બીજી લહેર પહેલા પણ આગાહી કરી હતી, પરંતુ આ અંદાજ તેના કરતા ઘણો વધારે છે. ત્યારે નીતી આયોગ તરફથી ગંભીર/મધ્યમ ગંભીર લક્ષણોવાળા લગભગ 20 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Pulses dearness: મોંઘવારીનો વધુ એક માર હવે શાકભાજી બાદ કઠોળના ભાવમાં ભારે વધારો

કોરોનાની બીજી લહેર પછી મોટી સંખ્યામાં હોસ્પિટલના બેડને અલગ કરવાની ભલામણ આ વર્ષે એપ્રિલ-જૂનમાં જોવા મળતી પેટર્ન પર આધારિત છે. 1 જૂનના રોજ કથિત રીતે ચરમસીમાએ હતો ત્યારે દેશભરમાં સક્રિય કેસનો ભાર 18 લાખ હતો, 21.74 ટકા કેસોમાં મહત્તમ કેસોવાળા 10 રાજ્યોમાં હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હતું. તેમાંથી 2.2 ટકાને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નીતિ આયોગનું કહેવું છે કે આપણે વધુ ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. પંચે એક દિવસમાં 4થી 5 લાખ કોરોના કેસનો અંદાજ લગાવ્યો છે. તેની સાથે એવું કહેવામાં આવ્યું છે કે આગામી મહિના સુધીમાં બે લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા જોઈએ. તેમાંથી 1.2 લાખ ICU બેડ વેન્ટિલેટર સાથે, 7 લાખ ICU વગરના બેડ (જેમાંથી 5 લાખ ઓક્સિજન બેડ) અને 10 લાખ કોવિડ આઇસોલેશન કેર બેડ હોવા જોઇએ

આ પણ વાંચોઃ Film Bell bottom: અક્ષય કુમારની અગામી ફિલ્મ બોલબેટમ પર આ દેશોએ બેન કરી- વાંચો શું છે કારણ?

સપ્ટેમ્બર 2020માં બીજી લહેરના થોડા મહિના પહેલા સમૂહે અંદાજ લગાવ્યો હતો કે 100માંથી 20 પોઝિટિવ કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે. તેમાં ત્રણને ICUમાં દાખલ કરવા પડશે. અન્ય બિન-લક્ષણોના કેસો માટે એવો અંદાજ હતો કે આમાંથી 50ને કોરોના કેર સેન્ટરમાં સાત દિવસ માટે અલગ રાખવાની જરૂર પડશે, જ્યારે બાકીના ઘરે રહી શકે છે.

Whatsapp Join Banner Guj