Film Bell bottom

Film Bell bottom: અક્ષય કુમારની અગામી ફિલ્મ બોલબેટમ પર આ દેશોએ બેન કરી- વાંચો શું છે કારણ?

Film Bell bottom : ભારત સહિત દુનિયાના બીજા દેશોમાં 19 ઓગસ્ટે ફિલ્મ રિલિઝ થઈ છે પણ અખાતી દેશોની ફિલ્મ સામેની નારાજગી છતી થઈ છે

બોલિવુડ ડેસ્ક, 21 ઓગષ્ટઃ Film Bell bottom: બોલિવુડ ખેલાડી કુમાર કોરોનાની લહેર બાદ બહુ મોટુ રિસ્ક લેવા જઇ રહ્યો છે. જી, હાં અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ બોલબેટમની આ વાત છે. ભારત સહિત દુનિયાના બીજા દેશોમાં 19 ઓગસ્ટે ફિલ્મ(Film Bell bottom) રિલિઝ થઈ છે પણ અખાતી દેશોની ફિલ્મ સામેની નારાજગી છતી થઈ છે.

એવા અહેવાલ મળ્યા છે કે, અક્ષય કુમારની આ ફિલ્મ(Film Bell bottom)ને સાઉદી અરબ, કતાર, કુવૈતમાં બેન કરી દેવામાં આવી છે. કદાચ તેના માટે ફિલ્મનુ એક દ્રશ્ય જવાબદાર હોવાનુ મનાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ Pulses dearness: મોંઘવારીનો વધુ એક માર હવે શાકભાજી બાદ કઠોળના ભાવમાં ભારે વધારો

એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના કહેવા પ્રમાણે ફિલ્મમાં ભારતના એક વિમાનને હાઈજેકર્સ દુબઈ લઈ જાય છે. અહીંયા અક્ષય કુમાર અને બીજા પાત્રો દ્વારા યુએઈ સરકારને આંધારામાં રાખીને પ્લેનને હાઈજેકર્સ પાસેથી છોડાવવામાં આવે છે.

આ ઘટનાને વાસ્તવિકતા સાથે સબંધ છે. કારણકે 1984માં પ્લેન હાઈજેક થયા બાદ હાઈજેકર્સ પ્લેનને દુબઈ લઈ ગયા હોય છે ત્યારે યુએઈના તત્કાલિકન રક્ષા મંત્રીએ સ્થિતિને સંભાળી હતી અને આ હાઈજેકર્સને યુએઈની સરકારે પકડી લીધા હતા. કદાચ તેને લઈને જ અખાતી દેશોના સેન્સર બોર્ડને વાંધો પડ્યો હોય તેવુ બની શકે છે.

Whatsapp Join Banner Guj