Covid vaccine edited e1623412455619

Vaccination: માર્ચથી 12થી 14 વર્ષની વયના સગીરોનું રસીકરણ કરાશે શરૂ: નીતી આયોગ

Vaccination: માર્ચ મહિના સુધીમાં 15થી 18 વર્ષનાને રસી આપવાનં9 કામ પૂર્ણ થઇ જશે પછી 12થી 14 વર્ષનાને પણ રસી આપવાનું શરૂ કરાશે

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: Vaccination: ભારતમાં કોરોના વાઇરસના કેસો ફરી ઝડપથી વધવા લાગ્યા છે. એવામાં હવે બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. હાલ 15થી 18 વર્ષના લોકોને રસી અપાઇ રહી છે જ્યારે હવે આગામી માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના લોકોને પણ રસી આપવામાં આવશે તેમ નીતી આયોગના ચેરમેન ડો. એન કે અરોરાએ જણાવ્યું હતું.

અરોરાએ કહ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં 15થી 18 વર્ષનાને રસી આપવાનં9 કામ પૂર્ણ થઇ જશે પછી 12થી 14 વર્ષનાને પણ રસી આપવાનું શરૂ કરાશે.  બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસના નવા 2.58 લાખ કેસો સામે આવ્યા હતા. જ્યારે 24 કલાકમાં વધુ 385 લોકોનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.

બીજી તરફ દેશભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા 8209ને પાર પહોંચી ગઇ છે અને તેમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 3109 દર્દીઓને સાજા કરી લેવાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 1738 કેસો નોંધાયા છે. જ્યારે આ વેરિઅન્ટ હવે 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઇ ચુક્યો છે. 

Advertisement

કેરળમાં કેસો ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં કોરોનાના નવા 22946 કેસો નોંધાયા છે. જ્યારે ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના નવા 15622 કેસો સામે આવ્યા છે જ્યારે વધુ નવ લોકોના મોત નિપજ્યા છે.

આ પણ વાંચોઃ Police officer injured in jallikattu event: આ રાજ્યમાં જલ્લિકટ્ટુ રમત દરમિયાન પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

તેવી જ રીતે ઓડિશામાં પણ કોરોના વાઇરસના નવા 10489 કેસો નોંધાયા હતા અને વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. દિલ્હીમાં કોરોનાના વધુ 12527 કેસો સામે આવ્યા છે અને વધુ 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં પોઝિટિવિટી રેટ 27.99એ પહોંચ્યો છે. આંધ્ર પ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઇ છે. 

Advertisement

બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતા નેશનલ કોવિડ-19 ટાસ્ક ફોર્સે કોરોના સંક્રમિત વૃદ્ધોની સારવાર માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. નવી ગાઇડલાઇનમાં કોરોના પોઝિટિવ થનારા વૃદ્ધોને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે.

જેમાં માઇલ્ડ, મોડરેટ અને ગંભીર રીતે બિમાર એમ ત્રણ ભાગોનો સમાવેશ કરાયો છે. જેમનામાં જેવા લક્ષણ તેવી સારવાર આપવાની રહેશે તેમ આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે. સારવાર દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આ ત્રણેય કેટેગરી પ્રમાણે આપવામાં આવી છે.

Gujarati banner 01

Advertisement