PM Modi inaugurates oxygen plant

Inviting investors to India:વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વડાપ્રધાને રોકાણકારોને આમંત્રિત કર્યા, કહ્યું-બદલાતા ભારતમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય

Inviting investors to India: PMએ રોકાણકારોને આકર્ષવાનો પ્રયત્ન કરતા તેમના કાર્યકાળના દસ અત્યંત મહત્ત્વના ફેરફારની વાત કરી

નવી દિલ્હી, 18 જાન્યુઆરી:Inviting investors to India:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે ભારત બદલાઈ રહ્યું છે. કોરોના વચ્ચે છેલ્લા છ મહિનામાં દસ હજાર સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે. તેમણે રોકાણકારોને આકર્ષવાનો પ્રયત્ન કરતા તેમના કાર્યકાળના દસ અત્યંત મહત્ત્વના ફેરફારની વાત કરી.

તેમણે જણાવ્યું હતું કે આકરો સમય પૂરો થઈ ગયો  છે. મુશ્કેલ સમય પૂરો થઈ ગયો છે. વડાપ્રધાને આર્થિક સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે લાઇસન્સ રાજ માટે બદનામ ભારત હવે આગળ વધી ગયું છે.

આજે ભારતમાં ઉદ્યોગસાહસિકતા નવી ઊંચાઈએ છે. ભારત હવે વિક્રમજનક સંખ્યામાં વિશ્વભરમાં સોફ્ટવેર મોકલી રહ્યું છે. દેશમાં 50 લાખથી પણ વધારે સોફ્ટવેર ડેવલપર કામ કરી રહ્યા છે. આજે ભારત યુનિકોર્નના મામલામાં ત્રીજા સ્થાને છે. નવા યુનિકોર્નમાંથી 40 ટકા યુનિકોન ગયા વર્ષે બન્યા છે. જ્યારે છેલ્લા છ મહિનામાં દસ હજારથી વધારે સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે.

Advertisement

આ પણ વાંચોઃ Vaccination: માર્ચથી 12થી 14 વર્ષની વયના સગીરોનું રસીકરણ કરાશે શરૂ: નીતી આયોગ

વડાપ્રધાને ખાસ સંબોધનમાં જણાવ્યું હતું કે દેશ કોવિડ-19ની કટોકટીનો સામનો કરી રહ્યો છે. હવે ભારત કોરોનાની નવી લહેરનો સામનો કરી રહ્યું છે. ભારત આઝાદીનો 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. અમે કોરોનાની સાથે-સાથે આર્થિક સુધારા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. અમારી પાસે હાલમાં કોરોનાના ૧૬૦ ડોઝ લગાવવાનો આત્મવિશ્વાસ પણ છે.

આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા સામે જીતવાનો એકમાત્ર આધાર સંયુક્ત પ્રયાસ છે. તેમણે રસીના એકસમાન વિતરણ પર ભાર મૂક્યો. તેની સાથે વિકસિત દેશોને વધારે જવાબદાર આર્થિક નીતિઓ અપનાવવા અપીલ કરી.

Advertisement

કોરોનાના લીધે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું સળંગ બીજા વર્ષે વર્ચ્યુઅલ કે ઓનલાઇન આયોજન થઈ રહ્યું છે. આ બેઠકમાં ઘણા બધા ઇકોનોમિસ્ટ અને ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે.

Gujarati banner 01