CM Arvind Kejriwal

Arvind Kejriwal visits Dwarka: ’આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશના કરશે દર્શન

Arvind Kejriwal visits Dwarka: અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે: ઈસુદાન ગઢવી

અમદાવાદ, 01 સપ્ટેમ્બરઃArvind Kejriwal visits Dwarka: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 2 સપ્ટેમ્બરના રોજ દ્વારકા પધારી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે.

અરવિંદ કેજરીવાલ બપોરના સમયે જનસભાને સંબોધશે. ત્યારબાદ દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. ત્યારબાદ તેઓ વાયા પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે અને સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે અને તેમની વેદના સાંભળશે.

આ પણ વાંચોઃ Railway crossing number 241 will remain closed: 04 થી 09 સપ્ટેમ્બરસુધી સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 241 બંધ રહેશે

આ પણ વાંચોઃ NIA announced reward on Dawood and his accomplices: NIAએ દાઉદ અને તેના સાથીઓ પર રાખ્યુ લાખો રુપિયાનું ઇનામ- વાંચો વિગત

Gujarati banner 01