NIA announced reward on Dawood and his accomplices

NIA announced reward on Dawood and his accomplices: NIAએ દાઉદ અને તેના સાથીઓ પર રાખ્યુ લાખો રુપિયાનું ઇનામ- વાંચો વિગત

NIA announced reward on Dawood and his accomplices: દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયા, છોટા શકીલ પર 20 લાખ રૂપિયા, જ્યાર અનિસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર 15-15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બરઃNIA announced reward on Dawood and his accomplices: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનું ઈનામ જાહેર કર્યું છે. દાઉદના સાથીઓ ઉપર પણ તપાસ એજન્સીએ ઈનામ રાખ્યું છે. NIA એ આ વર્ષે 3 ફેબ્રુઆરીના રોજ FIR દાખલ કરી હતી. જેમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના, અને ટાઈગર મેમણ વિરુદ્ધ હથિયારોની તસ્કરી, નાર્કો ટેરરિઝમ, અંડરવર્લ્ડ ક્રિમિનલ સિન્ડિકેટ, મની લોન્ડરિંગ ઉપરાંત ખોટી રીતે જમીન હડપી લેવાનો આરોપ છે.

આ ઉપરાંત જૈશ અને અલકાયદા જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ છે. હવે NIA એ આ મામલે આ તમામ કુખ્યાત આતંકીઓ પર ઈનામ જાહેર કર્યા છે. દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયા, છોટા શકીલ પર 20 લાખ રૂપિયા, જ્યાર અનિસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર 15-15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. 

NIA on D Company In action against D company NIA announced reward against 5  big members including Dawood - All Sarkari Naukari

દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનના કરાચીને પોતાનું ઠેકાણું બનાવ્યું છે. 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ ઉપરાંત ભારતમાં અનેક આતંકી ગતિવિધિઓ પાછળ  દાઉદનો હાથ છે. વર્ષ 2003માં યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે તેના પર 25 મિલિનય ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. હાફિઝ સઈદ, મૌલાના મસૂદ અઝહર, સૈયદ સલાહુદ્દીન, અબ્દુલ રઉફ અસગરની સાથે સાથે દાઉદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક છે. 

આ પણ વાંચો: Bhadarva maha mela prasad: સમગ્ર ભાદરવા મેળા દરમ્યાન 3 લાખ 60 હજાર કીલો પ્રસાદ બનાવાશે, તેના ત્રણ પ્રકાર ના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે

મે મહિનામાં NIA એ મુંબઈથી ડી કંપનીના બે સહયોગીઓની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ધરપકડ  કરાયેલા બંને આરોપી મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ડી-કંપનીની ગેરકાયદેસર ગતિવિધિઓ અને આતંકી ફંડિંગમાં સામેલ હતા. આ ઉપરાંત તેઓ શકીલ શેખ ઉપરાંત છોટા શકીલના નીકટના સહયોગીઓ છે જે પાકિસ્તાનથઈ એક આંતરરાષ્ટ્રીય અપરાધિક સિન્ડિકેટ ચલાવે છે અને ભારતમાં જબરદસ્તીથી વસૂલી, નશીલા પદાર્થોની તસ્કરી અને હિંસક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. 

NIA એ મે મહિનામાં જ મુંબઈમાં દાઉદના સહયોગીઓ, ડ્રગ પેડલર્સ અને હવાલા ઓપરેટર્સ સંલગ્ન એક ડઝન કરતા વધુ ઠેકાણાઓ પર રેડ મારી હતી. એનઆઈએની ટીમોએ મુંબઈ અને થાણાના નાગપાડા, ભીંડી બજાર, મઝગાંવ, પરેલ, માહિમ, સાંતાક્રૂઝ, કુર્લા, ગોરેગાંવ, બોરીવલી, મુંબ્રા (થાણા) અને અન્ય સ્થાનો પર એકસાથે રેડ મારી હતી. 

આ પણ વાંચોઃ India’s first bulk drug park to be set up in Gujarat: ગુજરાતમાં ભરૂચના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે, કેન્દ્ર સરકાર દ્વારા આશરે રૂ. ૧૦૦૦ કરોડની સહાય આપવામાં આવશે

Gujarati banner 01