Amit shah 1

New co-operative ministry: અમિત શાહ બન્યા દેશના નવા સહકારી મંત્રાલયના પ્રથમ મંત્રી- વાંચો સંપૂર્ણ વિગત

New co-operative ministry: સરકારના બીજા કાર્યકાળમાં સૌથી મોટા કેબિનેટ વિસ્તરણ અગાઉ જ કેન્દ્ર સરકારે નવું સહકારી મંત્રાલય બનાવ્યું હતું. આ મંત્રાલયનું સુકાન ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવ્યું

નવી દિલ્હી, 09 જુલાઇઃ New co-operative ministry: મોદી સરકારના બીજા કાર્યકાળમાં સૌથી મોટા કેબિનેટ વિસ્તરણ અગાઉ જ કેન્દ્ર સરકારે નવું સહકારી મંત્રાલય બનાવ્યું હતું. આ મંત્રાલયનું સુકાન ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવ્યું છે. અમિત શાહ ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં કામકાજનો બહોળો અનુભવ ધરાવે છે.

જો કે, રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ દેશના વિવિધ રાજ્યોમાં સહકારી ક્ષેત્રમાં અલગ અલગ પક્ષોનું પ્રભુત્વ છે. જેમ કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર ભાજપની પક્કડ મજબૂત છે જ્યારે મહારાષ્ટ્રમાં શરદ પવાર, ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ તો બંગાળમાં મમતા બેનરજી સહકારી ક્ષેત્ર પર પ્રભુત્વ જમાવે છે.

સહકારી ક્ષેત્રમાં વિપક્ષનું આ પ્રભુત્વ તોડવા માટે મોદી સરકારે સહકારી ક્ષેત્રનું નવું મંત્રાલય બનાવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નવા મંત્રાલયની રચના પાછળનો અન્ય એક ઉદ્દેશ આ ક્ષેત્રમાં ચાલતી ગેરરીતિઓને ડામવાનો પણ છે.

નોટબંધી સમયે પણ અનેક સહકારી બેન્કોમાં નવી અને જૂની નોટોની વ્યાપક સ્તરે હેરાફેરી થઈ હોવાના આક્ષેપો થયા હતાં. સહકારી ક્ષેત્રમાં ચાલતી ગેરરીતિઓ ડામવા માટે પણ મોદી સરકારે આ પગલું લીધું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Rathyatra: આવતી કાલે સવારના આઠ વાગ્યે યોજાશે નેત્રોત્સવ વિધિ- વાંચો વિગત