Ahmedabad Rathyatra

Rathyatra: આવતી કાલે સવારના આઠ વાગ્યે યોજાશે નેત્રોત્સવ વિધિ- વાંચો વિગત

Rathyatra: ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે

અમદાવાદ, 09 જુલાઇઃRathyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. એટલે કે ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે. ત્યારે મંદિર તરફથી પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ‘આવતી કાલે સવારના આઠ વાગ્યે નેત્રોત્સવ વિધિ થશે. અષાઢી બીજના દિવસે સવારના સાડા પાંચ વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે.’ મંદિરના ટ્રસ્ટી અને મહંતે શ્રદ્ધાળુઓને ઘરે રહીને જ ભગવાનના દર્શનની અપીલ પણ કરી છે.

નોંધનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર આખરે રૂપાણી સરકારે અંતિમ મહોર મારી દીધી છે. ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ સમાચાર મળતા જ શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે નાથની નગરચર્ચા થઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવ્યાં હતાં. જો કે આ વર્ષે રથયાત્રાને શરતી મંજૂરી મળતા ભક્તો ઉત્સાહિત છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Travel Ban: આ દેશે ભારત-પાકિસ્તાન સહિત 24 દેશો પર પર લગાવ્યો મુસાફરી પ્રતિબંધ- વાંચો વિગત